૧૯૫૧માં ‘અલબેલા’હિટ ગીતો આપ્યાને ‘આશા’ફિલ્મમાં ‘ઇના-મીના ડીકા’ગીતથી ફિલ્મ સંગીત દુનિયામાં છવાય ગયા

રામચંદ્ર ચિત્તલકરનો જન્મ ૧૯૧૮માં મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના એક નાનકડા ગામમાં થયો, તેમનું અવસાન પ જાન્યુઆરી ૧૯૮૨માં થયું. તે સંગીતકાર તરીકે સી. રામચંદ્રથી પ્રખ્યાત થયા હતા. મુળ નામ રામચંદ્ર નરહર ચિત્તલકર હતું, પરંતુ ગાયક તરીકે ચિત્તલકર અને સંગીતકાર તરીકે સી. રામચંદ્ર નામ રાખ્યું, ભારત ફિલ્મ જગતમાં એક પ્રસિઘ્ધ સંગીતકાર તરીકે નામના મેળવી હતી. તેમને ૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’થી મોટી સફળતા મળી હતી. તેના સુંદર ગીતોથી તે પ્રખ્યાત થયા હતા. બાદમાં ૧૯૫૭માં ‘આશા’ ફિલ્મનું સકૈટ ગીત ‘ઇના-મીના ડીકા’થી નંબર વન સંગીતકાર ચમકી ગયા.

આર.એન. ચિત્તલકર નામથી મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું અને કેટલાક ગીતો પણ ગાયા હતા. તેમણે અમુક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. આમ અભિનેતા, ગાયક, સંગીતકાર જેમ ત્રણ ભૂમિકા ભજવીને આખરે સી.રામચંદ્ર સંગીતકાર તરીકે બહુ જ સફળ રહ્યા હતા. તેમણે કેટલા અવિસ્મરણી યુગલ ગીતો ગાયા જેમાં  ‘કિતના હસી હૈ મૌસમ’ અને ‘શોલા જો ભડકે’ જેવા હિટ ગીતોનો સમાવેશ થાય છે. તેમણે સંગીત તાલિમ નાગપુરમાં વસંતરાવ દેશપાંડે સાથે શરૂઆત કરી, ફિલ્મ ‘નાગાનંદ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પછી તો ૧૯૩૬ માં ‘સદઇ એહવસ’ અને ‘આત્મ તરંગ’ જેવી મિનર્વા મૂવિટોન ની કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ.

માસ્ટર ભગવાનની ‘સુખી જીવન ’(૧૯૪૨)માં એક સંગીતકાર તરીકે કામ કર્યુ, પછી તેની ફિલ્મ ‘અલબેલા’ (૧૯૫૧)માં સંગીતકાર તરીકે ગીટાર, હારમોનીયમ જેવા સાજનો ઉપયોગ  કરીને ૧૯૪૭માં ‘શહનાઇ’માં ‘આનામેરી જાન’ જેવા હિટ ગીતો આપ્યા હતા. રોક લય માં ‘આશા’ ફિલ્મે ધુમ મચાવી દીધી કિશોરકુમારના ‘ઇના મીના ડીકા’ગીતેનો લોકહ્રદયમાં તેમનું નામ ગુંજતું થઇ ગયું

સાચી સફળતા ૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’થી મળી આ ફિલ્મના ગીતો આજે ૬૭ વર્ષે સંગીત ચાહકો ગાય છે. યે જીંદગી ઉસી કે હે જાગ એ દર્દે ઇશ્ક જાગ જેવા ગીતો હિટ થઇ ગયા હતા. લત્તાજી પાસે સી.રામચંદ્રએ અદભૂત ગીતો ગવડાવ્યા હતા. લંડનમાં પણ તેની ચર્ચા સાથે પ્રસિઘ્ધી મળી હતી. વી. શાંતારામની ‘નવરંગ’ (૧૯૫૯) ને સ્ત્રી (૧૯૬૧) માં તેની રચના ખુબ જ લોક પ્રિય થઇ જે આજે પણ લોકો યાદ કરે છે.

‘એ મેરે વતન કે લોગો’ જેવા મોટાભાગના દેશભિ(તના ગીતો કવિ પ્રદિપે સંગીતકાર સી. રામચંદ્ર પાસે સ્વરબઘ્ધ કરાવ્યાને ખુબ જ સફળ થયા. સંગીતની સાથે તેમણે કેટલીક મરાઠી ફિલ્મો ૧૯૫૩ થી ૧૯૫૫ ના બનાવી જેમાં ‘દુનિયા ગોલ હૈ’જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે મરાઠી, તેલુગુ, તમિલ અને ભોજપુરી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.

સંગીતકાર સી.રામચંદ્રએ પોતાના ગીતોમાં લગભગ બધા રાગોનો ઉપયોગ કર્યો પણ ‘બાગેશ્રી’ રાગ તેનો ફેવરીટ હતો. તેમણે માલકૌંશમાં પણ ફિલ્મ ‘નવરંગ’માં આધા હે ચંદ્રમા… રાત આંઘી. જેવા હિટ ગીત બનાવ્યા હતા. તેમની હિટ ફિલ્મોમાં નાસ્તિક, યાસ્મિન, આશા, નવરંગ, આઝાદ, પતંગા, અલબેલા, ઘુંઘરૂ, અનારકલી, સગાઇ, નિરાલા, બહુરાની, સરગમ જેવી ફિલ્મોનો આજે પણ લોકો યાદ કરે છે.

૧૯૫૪માં આવેલી ‘નાસ્તિક’ ફિલ્મનું ગીત ‘દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઇ ભગવાન… કિતના બદલ ગયા ઇન્સાન’  આજે પણ લોકો ગાય છે. વગાડે છે, સાંભળે છે. તેમની કારકિર્દીના સફળ વર્ષોમાં ૧૯૪૩ થી ૧૯૭૮ સુધી રહી હતી. છેલ્લે તેમણે ‘તુફાની ટકકર’ ફિલ્મમાં સંગીતકાર તરીકે કામ કર્યુ હતું. આ મહાન સંગીતકારે ૧૦૦ થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ‘પતંગા’ ફિલ્મનું ગીત ‘મેરે પિયા ગયે રંગુન’ આજે પણ રિમિકસ થઇને લોકો સાંભળે છે. અને ‘હા’ ડિસ્કો સોંગની શરુઆત સી.રામચંદ્રએ ‘અબલેબા ’ ફિલ્મ થી કરી.. ગીતના શબ્દો હતા. ભોલી સુરત દિલ કે ખોટે…. નામ બડે ઔર દર્શક છોટ જે ગીત  આજે પણ વાગે ત્યારે સંગીત ચાહકો ઝુંમવા લાગે છે. હમણાં જ ૨૦૧૮માં તેની જન્મ શતાબ્દીની ફિલ્મ જગતે ઉજવણી કરી હતી. મહાન સંગીતાકારના ગીતો લોકો આજે પણ યાદ કરે છે.

જુના હિન્દી ફિલ્મ ગીતોના ચાહકો ગાય કો અભિનેતા ગીતકાર, સંગીતકારના ‘હિટ ઓલ્ડ ગોલ્ડ સોંગ આજે પણ યાદ કરે છે.’ જુના ફિલ્મોમાં બધા જ નું યોગદાન હતું. મીઠા મધૂરા સંગીત સાથે શ્રેષ્ઠ શબ્દોને સુમધુર અવાજ ગીતને ચાર ચાંદ લગાડી દેતા હતા.

સંગીતકાર સી.રામચંદ્રના હિટ ગીતો

  • એ મેરે વતન કે લોગો….. લત્તાજી
  • યે જીંદગી ઉસી કે હૈ….. અનારકલી
  • જાગ દર્દે  એ ઇશ્ક જાગ…. અનારકલી
  • ઇના મીના ડીકા…. આશા
  • ભોલી સુરત દિલ કે ખોટે…. અલબેલા
  • ધીરેસે આજારે અખિયન મે નિંદીયા….. અલબેલા
  • તુ છુપી હૈ કર્હા….. નવરંગ
  • કિતના હસીં હે મૌસમ….. આઝાદ
  • મહફિલ મેં જલ ઉઠી શમા….. નિરાલા
  • શોલા જો ભડકે દિલ મેરા ધડકે…. અલબેલા
  • આઘા હૈ ચંદ્રમા રાત આઘી…. નવરંગ
  • મેરે પિયા ગયે રંગુન વર્હા સે કિયા હૈ ટેલીફૂન…. પતંગા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.