કલામહાકુંભ ૨૦૧૭ શ‚ થઈ ગયો છે. જે અંતર્ગત કલામહાકુંભ સંગીત વાદન સ્પર્ધાનું હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યુંં હતુ જેમાં સ્પર્ધકોએ સંગીત ઉપકરણોમાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતુ. આ નિમિતે ત્યાં હાજર કવિતા પડોતરાએ જીલ્લા રમત ગમત અધિકારી ગ્રામ્યએ જણાવ્યું હતુ કે, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તથા જીલ્લા રમત ગમત વિભાગ રાજકોટ દ્વારા ઓગસ્ટ ૨૧ થી ૨ તારીખ સુધી કલા મહાકુંભ ૨૦૧૭નું આયોજન હેમુ ગઢવી કરવામાં આવ્યું છે. અને ૨૨ તારીખના રોજ વાદન વિભાગનું આયોજન હતુ જેમાં તબલા, હાર્મોનીયમ વાયોલીન, ગીટાર, ઓર્ગન વગેરે સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો અને આજરોજ કલામહાકુંભ ૨૦૧૭ના ત્રીજા દિવસે અભિનય વિભાગ અને ગાયન વિભાગનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં સમુહ ગીત, સૂગમ સંગીત, ગીત અને શાસ્ત્રીય કંઠય સંગીત અને સ્કુલ બેન્ડમાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. એવીજ રીતે અભિનય વિભાગનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો. અને અંદાજીત ૧૫૩૧ સ્પર્ધકોએ જીલ્લા કક્ષાએ ભાગ લીધેલ હતો.
કલા મહાકુંભ અંતર્ગત સંગીત વાદન સ્પર્ધા
Previous Articleઅબતક ન્યૂઝ-22-08-2017
Next Article હ્યુન્ડાઈની નવી વર્ના ગાડી હવે રોડ પર દોડધામ સજ્જ