રંગીલા રાજકોટમાં દર રવિવારે સવારે વિવિધ સંગીતના ગ્રુપો ભેગા થઈ ને પોતાને મનગમતા જૂના ગીતો ગાયને નિજાનંદ માણે છે. સિનિયરોના ગ્રુપો હારમોનિયમ-તબલા -ઢોલકના સથવારે એવરગ્રીન જૂના ગીતોનો આનંદ માણે છે. ક્રમિક કલાકારોના ગીતોને સાંભળવાનો અનેરો લ્હાવો છે.
સિનિયર સિટીઝન મ્યુઝિક ગ્રુપમાં ગોંડલના હારમોનિયમ વાદક કયુમભાઈની રાહબરીમાં કલાકારો ખીમજીભાઈલુણાગરીયા, મુકેશભાઈ દવે, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોક લુંગાતર, વિનોદ દવે, પ્રફુલ્લ ધોરેચા,ભાવનાબેન અંબાસણા-ઉષાબેન જોશી અને હર્ષદભાઈ જોશી જેવા વિવિધ કલાકારો જૂના કર્ણપ્રિય ગીતો રજૂ કરીને આનંદોત્સવ માણે છે.
મતવાલીનાર ઠુમકઠુમક ચલી જાય, ઝુમઝુમ ઢલતી રાત, મનરે તુ કાહે ન ધીર ધરરે જેવા રેર સોંગ દિલને ડોલાવી દે છે. રસ ધરાવતાને ગાવાના શોખીન સિનિયર સીટીઝન દર રવિવારે સવારે ત્રણ કલાક સુંદરગીતો રજૂ કરીને તણાવ મૂકત બનતા તેના જીવન શૈલી સાથે હકારાત્મક વલણોનાં સાથે ગમતીલા ગીતોનો જલ્વો રજૂ કરે છે. જે એકવાર અચૂક સાંભળવા જેવો કાર્યક્રમ હોય છે.
રંગીલા રાજકોટમાં 100થી વધુ ગ્રુપો વીકમાં એકવાર આવી ગીતોની બેઠક યોજે છે. હિરાણી કોલેજનાં મધ્યસ્થખંડમાં છેલ્લા 10 વર્ષથી આ બેઠક યોજાય છે.