રાજકોટ માટે ‘રંગીલું રાજકોટ’ શબ્દ સાચા અર્થમાં સાર્થક થયો છે: શંકરભાઈ ચૌધરી
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ શ્રી રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કડકડતી ઠંડીમાં પણ સંગીત પ્રેમી રાજકોટની જનતા ઉમટી પડી હતી.આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, રાજકોટ શહેર માટે ‘રંગીલું રાજકોટ’ એ શબ્દ સાચા અર્થમાં સાર્થક થતો દેખાય છે.
નગરજનોને દેશભક્તિના માહોલમાં રંગવા માટે આવો સંગીતસભર કાર્યક્રમ યોજવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓને ખુબ-ખુબ અભિનંદન આપુ છું.આ પ્રસંગે મેયરશ્ ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે,
વિશ્વના ઝડપથી વિકસી રહેલ શહેરો પૈકી 17માં ક્રમે રહેલ રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધા મળે તે માટે કટીબદ્ધ છે તેમજ શહેરીજનોની સુખાકારીના જુદા જુદા વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરીજનોને ફરવાના નવા સ્થળ મળે તે માટે પણ છેલ્લા ચાર માસ પહેલા અર્બન ફોરેસ્ટ ખાતે રામવનનું નિર્માણ કરેલ છે.
આ ઉપરાંત કાલાવડ રોડ પરના કે.કે.વી.ચોક તેમજ જડુઝ ચોક ખાતેના ઓવરબ્રિજ આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે.
પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા છોગાળા તારા, મેં વો ચાંદ, પહેલી મહોબ્બત, તુમિલ્યા સારી કી સારી, કભી તુમે જેવા સુપ્રસિદ્ધ ગીતો દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને ડોલાવી દીધી હતી.