1974થી 1991 વચ્ચે સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો વર્લ્ડ રેકોર્ડ લતાજીના નામે છે: 10 ફિલ્મોમાં અભિનય પણ કર્યો
આજે સમગ્ર દેશ વિદેશમાં લત્તાદીદીના હુલામણા નામથી પ્રસિધ્ધ કોકિલ કંઠી લત્તા મંગેશકરનો જન્મ દિવસ છે. પોતાના સુરિલા સ્વરમાં દેશની 20થી વધુ ભાષામાં ગીતો ગાયા છે. ગાયકોમાં વિશ્ર્વમાં રેકોર્ડ બ્રેક ગીતો ગાનાર લત્તાજીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આજે તેમનો જન્મદિવસ છે, આજે તેમને 92 વર્ષ પૂર્ણ થયા છે. 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશનાં ઈન્દોર ખાતે જન્મેલ લત્તાજીનો પરિવાર સંગીત સાથે વર્ષોથી જોડાયેલા છે. તેમના બહેનો આશા અને ઉષા મંગેશકર પણ ગાયન ક્ષેત્રે કાર્યરત છે.
ફિલ્મ જગતની સૌથી મહાન ગાયિકા અને સ્વર કોકિલા લત્તાજીએ 1974 થી 1991 વચ્ચે સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ગાયક કલાકારોને રોયલ્ટી મળે તેવી ચળવળ પણ વર્ષો પહેલા લત્તાજીએ ઉપાડી હતી. લત્તાજીને ભારત રત્ન અને દાદા સાહેબ ફાળકે સાથે ત્રણ નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. તેઓએ 1942માં મરાઠી ફિલ્મમાં ગીત ગાયને બોલીવુડમાં પોતાની યાત્રા શરૂ કરી હતી ગાયન ઉપરાંત 10 ફિલ્મોમાં તેમણે અભિનય પણ કર્યો હતો. લત્તાજીનું માનવું છે કે કોઈ બહારની પ્રેરણાથી મને ગાયક નથી બનાવી પણ સંગીત મારી અંદર જ હતુ.
તેમરી અંતર આત્માનો અવાજ છે. માત્ર 13 વર્ષની વયે ઘરની જવાબદારી માથે આવી પડતા ફિલ્મમાં અભિનય કરવો પડયો પણ હકિકતમાં તો તેને ગાયક તરીકે આગળ આવવું હતુ. ઘણા પ્રયાસો બાદ 1949માં ફિલ્મ મહલ અને બરસાત ફિલ્મમાં ગાવાનો અવસર મળ્યો હતો. લત્તાજીએ લગભગ તમામ સંગીતકારો સાથે કામ કર્યું છે. હસરત જયપૂરી અને શૈલેન્દ્રના લખેલા ગીતો લત્તાજીએ ગાયને તેને અમર કરી દીધા હતા.