• સંગીતએ જીવનનું મહત્વનું અંગ છે: ઘર, ઓફીસ, મુસાફરી વખતે સંગીત લોકોનું મનપસંદ મનોરંજન

સંગીત સાંભળવાથી મનને શાંત કરવામાં મદદ મળે છે. ટેન્શન ઓછું થાય છે. અને બિમારી રોકવામાં મદદ થાય છે. સંગીતએ મનનાં ટેન્શન અને મનને શાંત કરવામાં ઉપચારનું કાર્ય કરે છે. ડિપ્રેશન માટે સંગીત અકસીર ઇલાજ છે. ડિપ્રેશન ઘટાડવા માટે સંગીત સાંભળવું ખુબ ફાયદાકારક થાય છે. સંગીત કોઇપણ સમયે સાંભળી શકાય છે. ઘર, ઓફીસર, મુસાફરી વખતે સંગીતએ મનોરંજન અને શાંતિ આપવાનું કાર્ય કરે છે.

સંગીતનું જીવનમાં ખુબ મહત્વ છે. કહેવાય છે કે અકબરના દરબારના તાનસેન તેના સંગીતના સ્વરની શકિતથી દિવો પ્રજલીત થતો અને વરસાદ પણ વરસતો હતો. સાયકોલોજી સર્વે અનુસાર ભારતીય સંગીતમાં એવી શકિત છે જે વ્યકિતને માનસિક ચિંતાઓથી મુકત કરે છે. સંગીતનો માનવ મન સાથે આઘ્યાત્મિક સંબંધ છે. સંગીતનો પ્રભાવએ છે કે મોટાભાગના લોકો કુદરતી રીતે સંગીતમાં રસ ધરાવતા હોય છે.

પછી તે શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, હવળા સંગીત, પશ્ર્ચિમી સંગીત હોય કે, અત્યાધુનિક સંગીત માટે કેટલાક હસ્તગત ગુણોની જરુર છે. પરંતુ વિચાર શકિત, એકાગ્રતા, નવીનતા, લાગણી, સંગીત સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

વિવિધ રોગોની સારવારમાં સંગીતએ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અસરકારક  બને છે. મ્યુઝીક થેરાપી સાયકોલોજી હેઠળ આવે છે. બ્લડ પ્રેશર, માનસિક હતાશા, તણાવ, અસામાન્ય વર્તન, માથાનો દુ:ખાવો વગેરે રોગોમાં સંગીત દવાનું કામ કરે છે. સંગીત સામાજીક, આઘ્યાત્મિક અને નૈતિક વિકાસમાં મદદ કરે છે.

સંગીતની પસંદગી

મ્યુઝિકલ માટે દરેક વ્યકિતની પસંદગી અલગ અલગ હોય છે. કોઇકને રેપ મ્યુઝિક હોય કે કવ્વાલી, ગઝલ, કોઇકે જુના ગીતો, તો કોઇને આઘ્યાત્મિક ગીતો લોકો પોતાની પસંદગી અનુસાર આનંદ લેતા હોય છે. દરેક વ્યકિતને પોતાનું પસંદગીના ગીતો સાંભળવાથી મનને શાંતિ મળે છે. લોકો પસંદગીનું ગીત સાંભળી તો ક્રોધમાં પણ ઘટાડો થાય છે. ક્રોધ શાંત પડે છે.

તણાવ આપતા હ્રદયને નુકશાન કરે છે. આપણી જીવનશૈલીએ પ્રકારની છે કે તણાવ અને મુશ્કેલી ભયું જીવન બની ગયા છે તેવા સમયે સંગીત તણાવને દુર રાખે છે. અને હકારાત્મક વિચાર લાગવામાં મદદ કરી છે. સંગીત શરીરમાં જોશ ઉત્પન્ન કરે છે. કામનો બોજ ખરાબ રીતે તોડી નાંખી છે. સંગીત ચિકિત્સાએ કામના બોજ હેઠળ દબાયેલા લોકો માટે રાહતનું કામ કરે છે.

સંગીત સાંભળવાના ફાયદા

  • મધુર સંગીત સાંભળો સાથે સંગીતનો અવાજ ધીમો રાખીએ
  • જો તણાવવાળુ કામ કરી રહ્યા છો તો બીટસ વાળુ સંગીત સારું રહે જે કામના તણાવને ઘટાડે છે.
  • જો ઉંઘ ન આવતી હોય ઉંઘ આવવામાં તકલીફ પડે તો મધુર ગીત સાંભળો, જેનાથી શહીરમાં રહેલા હાઇટ્રોફન નામના કેમીકલ સંગીતના માઘ્યમથી દુર થાય અને ઉંઘ આવી જાય અને હકારાત્મક વિચાર આવવા લાગે
  • કોમ્પ્યુટર સામે બેસીને આખો દિવસ કામ કરવાથી પીઠ, ગરદન, ખંભાની માંસપેશીઓ જકડાઇ જાય છે, મનપસંદ સંગીત માંસપેશીઓને રાહત આપવાનું કામ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.