સિધ્ધિ વિનાયક ધામ ખાતે ખ્યાતનામ લોકગાયક ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા ‘મન મોર બની થનગાટ’નો સંગીતસભર કાર્યક્રમ યોજાયો હતો. ઓસમાણ મીરનું ગુજરાતી લોકગાયીકીમાં ખુબ મોટુ પ્રદાન છે. ઓસમાણ મીરના કંઠે ગવાયેલ મહાદેવ તેમજ ગણપતિ ભગવાનની સ્તુતીઓ ખુબજ પ્રખ્યાત થઈ છે. એટલું જ નહીં પણ બોલીવુડમાં પણ ‘મન મોર બની થનગાટ કરે’, ‘લીલી લેમડી રે’ વગેરે જેવા ચાર્ટ બસ્ટરમાં ઓસમાણ મીરે સ્વર આપેલો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખ્યાત ફેલાવીને હવે આ કલાકાર દેશ-વિદેશના સીમાડાઓની પાર નીકળી ગયો છે. ત્યારે ઓસમાણ મીર અને સાથી કલાકારોએ ભારતીય જનતા પાર્ટી આયોજીત આ ગણપતિ મંગલ મહોત્સવમાં ‘મન મોર બની થનગાટ કરે’ કાર્યક્રમ દ્વારા મોડી રાત સુધી શ્રોતાઓને સંગીતરસથી તરબોળ કર્યા હતા.
‘મન મોર બની થનગાટ કરે’ કાર્યક્રમમાં શ્રોતાઓ થયા સંગીત રસથી તરબોળ
Previous Articleસિધ્ધી વિનાયક ધામમાં રાત્રે દિવ્યાંગ બાળકો કરશે સંસ્કૃતિને ઉજાગર
Next Article ઓ માય ફ્રેન્ડ ગણેશા તુ રહેના સાથ હંમેશા