અમરેલી જીલ્લાના બગસરા ખાતે કુંકાવાવ રોડ પર આશરે ર0 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા દિવ્ય સ્વામિ નારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આવતી કાલથી મંગલકારી આરંભ થશે. 11 થી 19 જાન્ુયુઆરી એમ સળંગ નવ દિવસ સુધી ઉજવાનારા આ ધર્મોત્સવમાં 17મીએ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
11 થી 19 જાન્યુઆરી દરમિયાન ધર્મોત્સવ: 17મીએ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: ‘અબતક’ ની મુલાકાત દરમિયાન મુકુંદ સ્વરૂપદાસ સ્વામી, ઘનશ્યામજીવનદાસ સ્વામી અને ચેતનભાઇ રામાણીએ આપી મહોત્સવની વિગતો
ર0 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નુતન મંદિરમાં પાંચ શિખર, 80 હજાર ધનફુટનું બાંધકામ: પપ0 થી વધારે કલાકૃતિ નકશી કામ સાથેની મૂર્તિઓ
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, ડો. મનસુખ માંડવિયા, રાજય સરકારના મંત્રી રાઘવજીભાઇ પટેલ હાજરી આપશે
મહોત્સવ દરમિયાન રોજ બપોરે 65 હજાર અને સાંજે 35 હજારથી વધુ હરિભકતો લેશે મહાપ્રસાદનો લાભ
વડતાબ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બગસરા ખાતે નિર્માણ પામેલા શ્રી સ્વામી નારાયણ મંદિરના 9 દિવસ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની વિસ્તૃત માહીતી આપવા માટે મુકુંદસ્વરૂપદાસ સ્વામી (બગસરા) ઘનશ્યામજીવનદાસ સ્વામી અને ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીએ ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બગસરાના કુંકાવાવ રોડ પર ર0 કરોડના ખર્ચે શ્રી સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 11 થી 19 જાન્યુઆરી સુધી ઉજવાશે. પાંચ ીશખરબઘ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 80 હજાર ધનફુટનું બાંધકામ કરવામાં આવ્યું છે. બાંધકામ માટે બંસી પહાડ અને બાલેશ્ર્વર ગુલાબી પથ્થરનો ઉપયોગ કરાયો છે. મંદિરનો ધેરાવો 105 ડ્ઢ 170 ફુટનો છે. 75 ફુટની ઉંચાઇ, 16 ઘુમ્પર, 124 સ્થંભ 81 કમાન, છતમાં નકશી કામ અને પપ0 થી વધારે કલાકૃતિ નકશી કામ મૂર્તિઓ બનાવવામાં આવી છે. મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 17મી જાન્યુઆરીના રોજ ઉજવાશે.
આવતીકાલે સવારે 8.30 કલાકથી અખંડ ધુનનો આરંભ થશે ત્યારબાદ સવારે 9 કલાકે દિવ્ય નુતન ઉદઘાટનનો આરંભ થશે. નવ દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં શ્રીમદ્દ સત્સંગિજીવન કથા પારાયણ, મૂર્તિ પ્રતિષ્ઠા દર્શન, 108 કુંડી યજ્ઞ, અખંડ મહામંત્રધુન, દેવોને મહાઅભિષેક, ર00 સંહિતા પાઠ, અન્નકુટ મહોત્સવ, મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શો, દિવ્ય રાસોત્સવ, શાકોત્સવ, સંત સંમેલન, મેડીકલ કેમ્પ, દિવ્ય પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાશે.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ એક લાખથી વધુ હરિભકતો મહાપ્રસાદનો લાભ લેશે. બપોરે 65 થી 70 હજાર અને સાંજે 30 થી 3પ હજાર ભકતો ભોજન પ્રસાદ લેશે. આવતીકાલે અખંડ ધુન પોથી યાત્રા, મહોત્સવ ઉદઘાટન, દીપ પ્રાગટય, સ્વાગત નૃત્ય, મંગળ આશિવચન, કિર્તન સંઘ્યા અને રાસોત્સવ જેવા ધાર્મીક પ્રસંગો ઉજવાશે, 1રમીએ કથા પ્રારંભ અને મેજીક શો, 13મીએ ઘનશ્યામ જન્મોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, 14મીએ શ્રીજી મહારાજનું બગસરામાં આગમન, સત્સંગ અને હાસ્ય ડાયરો, 1પમીએ યજ્ઞ આરંભ, સત્સંગ અને હાસ્ય ડાયરો, 16મી જાન્યુઆરીએ શ્રીહરી યાદી પટ્ટાભિષેક, નગર શોભાયાત્રા, નૂતન મંદિર લાઇટ એન્ડ શો, 17મીએ મૂર્તિ પ્રતિષ્ઠ યજ્ઞ પુર્ણાહુતિ, મહામંત્ર પ્રાગટયોત્સવ, ઘર સભા, સત્સંગ હાસ્ય ડાયરો અને વિશેષ અખંડ ધુન 18મીએ અન્નકુટ મહોત્સવ, રાસોત્સવ અને ઘરસભા જેવા ધાર્મિક મહોત્સવ ઉજવાશે. જયારે 19મી જાન્યુઆરીના રોજ મહોત્સવની પુર્ણાહુતિ થશે.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રેરક સદ. લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી છે. કથા વકતા પૂ. વિવેકસ્વરૂપસ્વામી રહેશે.
મૂર્તિ પ્રતિષ્ઠા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ પીઠાધિપતિ શ્રી 1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે થશે.
ભુજધામથી ધર્મનંદનદાસજી સ્વામી, રાજકોટ ગુરૂકુળ દેવપ્રસાદદાસજી સ્વામી, મેમનગર ગુુરૂકુળ બાલકૃષ્ણદાસજી સ્વામી, જેતપુર મંદિરના નીલકંઠચરણદાસજી સ્વામી, સરધાર મંદિરના નિત્યસ્વરુપદાસજી સ્વામી, કુંડળ મંદિરના જ્ઞાનજીવનદાસજી સ્વામી ઉપરાંત જુનાગઢ, વડતાલ, ગઢડા, ભુજધામ, ધોલેરા, અમદાવાદથી સંતો મહંતો પધારશે. 300 થી વધારુ સાંખ્યયોગી બહેનો પણ પધારશે.
સરધારથી સદ. શ્રી નિત્યસ્વરુપદાસજી સ્વામીના શ્રીમુખે ઘરસભા ર રાત્રી કુંડળથી સદશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના શ્રીમુખે એક સત્ર કથાવાર્તાનો લાભ હરિભકતોને મળશે.
બગસરા શ્રી સ્વામીનારાયણ મંદિરના દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, ડો. મનસુખભાઇ માંડવીયા, સાંસદ નારાણભાઇ કાછડીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, રાજય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, કનુભાઇ દેસાઇ, રાઘવજીભાઇ પટેલ, હર્ષભાઇ સંઘવી, પ્રફુલભાઇ પાનસેરિયા, મુકેશભાઇ પટેલ, કુંવરજીભાઇ હળપતિ, બચુભાઇ ખાબડ, ભાવનગર જિલ્લા બેંકના ચેરમેન કેશુભાઇ નાકરાણી, ઉપરાંત કૌશિકભાઇ વેકરીયા, ડો. ભરત બોધરા, જે.વી. કાકડીયા, જનકભાઇ તળાવીયા, વિનુભાઇ મોરડીયા, જનકભાઇ બગદાણા, નલીનભાઇ કોટડીયા અને ચેતનભાઇ રામાણી ઉ5સ્થિત રહેશે.
મહોત્સવમાં વપરાશે આટલું સિધુ
- તેલના 1500 ડબ્બા
- શુઘ્ધ ઘીના 500 ડબ્બા
- ચોખાના 500 કટ્ટા
- તુવેરદાળના 300 કટ્ટા
- ખાંડના 700 કટ્ટા
- રોજ બપોરે 65 થી 70 હજાર જયારે સાંજે 30 થી 35 હજાર હરિભકતો લેશે મહાપ્રસાદ
મહોત્સવમાં ઉજવાશે આ ધાર્મિક કાર્યક્રમો
- 108 કુંડી યજ્ઞ
- ભવ્ય પ્રદર્શન
- મેડીકલ કેમ્પ
- અખંડ ધુન
- શ્રીમદ્દ સત્સંગિજીવન પારાયણ
- 200 સંહિતા પાઠ
- મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શો
- ભવ્ય શાકોત્સવ
- વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ
નૂતન મંદિરની વિશેષતા
- 20 કરોડના ખર્ચ મંદિરનું નિર્માણ
- પાંચ શિખરો
- 80 હજાર ધનફુટનું બાંધકામ
- બંસી પહાડ અને બાલેશ્ર્વરી ગુલાબી પથ્થરનો ઉપયોગ
- 105 ડ્ઢ 170 ફુટનો ધેરાવો
- 75 ફુટ મંદિરની ઉંચાઇ
- 16ધુમ્મટ, 124 સ્થંભ, 81 કમાન
- 500 થી વધારે નકશીકામ વાળી મૂર્તિ