મંદિરો એ ભારતીય સંસ્કૃતિના આસ્થાના કેન્દ્રો છે
ભાદરવી અમાસના ઐતિહાસિક લોકમેળામાં ૨૧૮ વર્ષ પુર્વે સંતો-મહંતો અને શ્રેષ્ઠીઓની પ્રરેક ઉપસ્થિતિ
પ્રાચીનનગરી માધવપુર (ધેડ) અને માંગરોલ વચ્ચે શિલગામે ભાદરવી અમાસે ઐતિહાસિક લોકમેળા યોજાયો હતો. શીલ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ લોકમેળામાં આ પંથકનો લોકો સમુદ્રમાં રાખડી પધરાવીને પવિત્ર સ્નાન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.આ મેળા સાથે ભગવાન સ્વામીનારાયણ નીલકંઠ વર્ણીની ઐતિહાતિક પ્રેરક પ્રસંગેની સ્મૃતિ સંકળાયેલી છે
. શીલ ગામથી ત્રણ કિલોમીટરના અંતરે ભગવાન સ્વામીનારાયણ નીલકંઠ વર્ણીનું ભવ્ય મંદિર લોએગ્ર ગામે આવેલું છે. નીલંકઠ વર્ણી બાળવયે ગુરુની શોધમાં લોએગ્ર પધારેલ હતા. અને ભાદરવી અમાસના ઐતિહાસિક લોક મેળામાં ૨૧૮ વર્ષ પહેલા નીલંકઠવણી સ્વામીનારાયણ પધાર્યા હતા. આ લોકમેળા સાથે નીલકંઠવર્ણી સ્વામી નારાયણ શીભડાંનો પ્રેરક પ્રસંગ સ્મૃતિ સાથે સંકળાયેલો છે.
ધેડિયા કોળીજ્ઞાતિના લુણાભાઈ કામળીયાના દાદા દેવાભગતની વાડીએ નીલંકઠવર્ણી સ્વામી નારાયણ પધાર્યા હતા. કામળીયા વાવ ખાતે સ્નાનપણ કર્યું હતું. સ્વામી એ કહ્યું કે આ ચીભળીયો મેળો કહે છે તો મારે પ્રસાદી તરીકે ચીભડાં જોઈએ છે. દેવા ભગતે કહ્યું કે મારી વાડીમાં ચીભડાં ખુબ જ થાય છે.
દેવા ભગત ટકોર કરીને આ બાળવયના નીલકંઠ વર્ણી ભગવાનને કહ્યું હતું કે આ ચોફાર(કપડાનો મોટો ટુકડો) માં ભરાય એટલાં ચીભડાં ઉપાડીને લઈ જવ ભગવાન નીલંકઠવર્ણી એ કહ્યું કે તમારે જેટલા ચીભડા ભરવા હોય એટલાં ભરીદો દેવા ભગતે એક ગાડું ચીભડાં ચોફારમાં ભરી દીધાં હવે તમે ઉપાડીને લઈ જાઓ તો ખરા ! ત્યારે નીલંકઠવર્ણીએ આ મોટો ચીભડાનો ગાંસડો-ભારો માથે લઈ લોએગ્ર ગામે લઈ ગયા કોઈ વ્યકિત આ ગાંસડો-ભારો ઉપાડી શકે નહીં આ ચમત્કારી ઘટના-પ્રસંગ સૌ કોઈ ભગવાન સ્વામી નારાયણ હરિભકતોની સ્મૃતિમાં કાયમી જળવાયેલો રહ્યો છે.
શીલ ગામના ગામઠી લોકમેળાના ચીભડાંના પ્રરેક પ્રસંગે ચિત્રપે લોએગ્ર, ગાંધીનગર અક્ષર મંદિર સહિત ગુજરાતના તમામ મંદિરોમાં તેમજ લોએઝ સ્વામીનારાયણ મંદિરના પ્રદર્શનમાં પ્રદર્શિત થયેલ છે.આ મેળા દરમિયાન લોએગ્ર ગામેથી નીલકંઠવર્ણીની મૂર્તિને શીલના સેવા ભાવી કાર્યકરો દ્વારા શીલના રામદેવજી મંદિર પરિસર ખાતે લાવવામાં આવી હતી. બાદ ભજન-ર્કીતન સાથેની ભવ્ય શોભાયાત્રા રામદેવજી મંદિર પરિસરમાંથી નીકળીને શીલથી ત્રણ કિલોમીટર અંતરે આવેલ અરબ સાગરના સમુદ્ર કિનારે જયાં ઐતિહાસિક ભાનીગળ લોકમેળો યોજાય છે ત્યાં સંપન્ન થઈ હતી.
નવનિર્મિત થયેલ મંદિરમાં શાસ્ત્રી જલ્પેશભાઈ જોષી અને મહેન્દ્રભાઈ પુરોએ શાસ્ત્રોક વિધિ દ્વારા નીલ કંઠવણી સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.લોએગ્ર સ્વામી નારાયણ મંદિરના પ. પુ. ચૈતન્ય સ્વરૂપ દાસજીની નિશ્રામાં ધર્મસભા યોજાઈ હતી. જેમાં પોરબંદરના સ્વામી નારાયણ ગુકુળના શાસ્ત્રી સ્વામી પ.પૂ. ધનશ્યામ શાસ્ત્રી, કાલવાણના સ્વામીનારાયણ મંદિરના સ્વામી નારાયણ પ્રિય દાસજી, માંગરોળના પ.પૂ આચાર્ય પ્રેમ વતીનંદન, નિર્મળદાસજી સ્વામી, કેશવપ્રસાદદાસજી ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સ્વામી ચૈતન્ય સ્વપ દાસજી, હરિપ્રકાશ શાસ્ત્રી, ધનશ્યામ શાસ્ત્રી, નારાયણ પ્રિયદાસજી પૂર્વ ધારાસભ્ય અરજનભાઈ નંદાણીયા, પોરબંદરના જાણીતા કેળવણીકાર ડો. ઈશ્ર્વરભાઈ ભરડા વિગેરેએ પોતાના પ્રાસંગિક ઉદ્ધોધનમાં જણાવ્યું હતું કે મંદિરો-એ ભારતીય સંસ્કૃતિના આસ્થાના કેન્દ્રો છે. સરદાર વલ્લભાઈ પટેલના શબ્દોમાં કહીએ તો ” ભગવાન સ્વામી નારાયણ ના શબ્દોમાં કહીએ તો ભગવાન સ્વામી નારાયણ રચિત શિક્ષાપત્રી નો દેશમાં અમલ કરવામાં આવે તો કોર્ટ કચેરીને તાળાં મારવા પડે શિક્ષાપત્રી મનોવિજ્ઞાનનો ગ્રંથ છેે.
વ્યકિતના જીવનનું આચાર શાસ્ત્ર છે ભગવાનની નીલકંઠ વર્ણના જીવનને માત્ર શબ્દોમાં નરી આચરણમાં ઉતારવાની શીખ આપીને આર્થીવયનો પાઠવ્યા હતા.પ્રારંભમાં શીલ ગામમાં સરપંચ કારીબેન રાજાભાઈ ભરડા, રાજાભાઈ ભરડા, મુન્નાભાઈ લક્ષ્મણભાઈ ભરડા, જુમાભાઈ પટેલે સૌ સંતોનું શાલ ઓઢાડી પુષ્યમાલા અર્પણ કરીને આવકાર્યા હતા.
કાર્યક્રમમાં સમાજશ્રેષ્ઠી સરમણભાઈ શેઠ, વકમાતભાઈ શેઠ, રાણાભાઈ બામરોટીયા, પી.એસ.આઈ એન.જી.પરમાર. રવીભાઈ નંદાણીયા(લોયેઝ સરપંચ) તણભાઈ સાગર, સાંખ્યયોગી રવીકાન્તાબા, સાંખ્યયોગીભાનુંબેન, સમાજ શ્રેષ્ઠી પંકજભાઈ ઠાકર સહિત ગામના અગ્રણીઓ, યુવાકાર્યકરો, પ્રબુદ્ધ નાગરિકો તેમજ ભકત સમુદાય બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા તાલુકો કોળીસમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ જાદવભાઈ ભરડાના માર્ગદર્શન તળે ગામના સરપંચ રાજાભાઈ ભરડા, દીલીપભાઈ પટેલ, કીરીટભાઈ માવદીયા, સુધીરભાઈ ભરડા, કાદુભાઈ ડાકી સામતભાઈ ભરડા બટુકભાઈ ડાભી, સહિત યુવા કાર્યકર ભાઈ-બહેનોએ સારી જહેમત ઉઠાવી હતી.