મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ અંદરના ગામના વ્યક્તિએ માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. જાણવા મળતી વિગતો મુજબ આંદરણા ગામના રહેવાસી દિનેશભાઈ ઓધવજીભાઈ દેસાઈએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રસિક લાલજી દંતાલીયા અને ધનજી મોહનભાઈ દંતાલીયા (પૂર્વ પ્રમુખ મોરબી તાલુકા પંચાયત) રહે. બંને આંદરણા વાળા પાસે અગાઉના પૈસા માંગતા હોય જે ઉઘરાણી મામલે આરોપીઓને સારું નહિ લાગતા તેની ઓફીસ પાસે આવીને તેમને તથા તેના ભાઈઓને ગાળો આપીને ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.આ મામલે મોરબી તાલુકા પોલીસે મારામારી તેમજ ધમકી આપ્યા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.