હાથ ઉછીના આપેલા રૂપિયા યુવકે પરત માગતા કુહાડી ઝીંકી દીધી જ્યારે સામાપક્ષે વળતા પ્રહારમાં પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો : સામસામે હત્યાનો નોંધાતો ગુનો
ધારી તાલુકાના દલખાણીયા ગામે ગઈકાલે ખૂની ખેલ ખેલાયો હતો અને પૈસા ઉછીના આપવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે લોહિયાળ જંગ ખેલાતા સામસામે બંને વ્યક્તિઓએ કુહાડી અને પથ્થરના ઘા ઝીંકીને એકબીજાની હત્યા નીપજાવી છે. જે મામલે પોલીસે સામસામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ ધારીના દલખાણીયા ગામે રહેતા કેવલભાઈ ધીરુભાઈ દેલવાડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે તેમના કાકા વિનુભાઈ સવજીભાઈ ખાખડીયાને ફોન આવેલ અને કહેલ કે મારા ઘરના સલેખમાં પાણી સુવે છે જેથી ત્યાં કાગળ બાંધવો છે તુ મદદ કરવા તુ આવ જેથી કેવલ પોતાના ઘરેથી મોટર સાયકલ લઇ કૌટુંબીક કાકા વિનુભાઇના ઘરે ગયેલ અને ત્યાં કાગળ બાંધતા હતા ત્યારે કાગળ બાંધવાની દોરી ઘટતા વિનુભાઇ ગામમાં કાગળ બાંધવાની દોરી લેવા માટે ગયા હતા અને પરત આવતા હતા ત્યારે રસ્તામાં ગામનો કમલેશભાઇ નાનજીભાઇ દાફડા સામો મળ્યો હતો અને ઉછીના પૈસા માગ્યા હતા. જે આપવાની ના પાડતા આ કમલેશએ તેના હાથમાં રહેલ કુહાડી વિનુભાઈના માથામાં જોરથી મારી દીધી હતી અને તે નીચે પડી ગયેલ તેમ છતા તેણે કુહાડી ડાબા હાથે પણ મારી હતી.
કેવલભાઈ ત્યાં જઈને કાકાનો મોબાઈલ ઊઠાવવા જતા આ કમલેશભાઇએ હાથમાં કુહાડી લઇ માથામાં મારી દીધી હતી જેથી તે નીચે પડી ગયેલ તેમ છતા આ કમલેશભાઇએ ફરી વાસાના ભાગે કુહાડી મારી દીધી હતી. તેવામાં ત્યાં ગામના સરપંચ હસમુખભાઇ તથા ગામના વિજયભાઇ ધીરુભાઇ કુવરદા તથા અશોકભાઇ ધીરુભાઇ દેલવાડીયા ભેગા થઇ જતા આ કમલેશભાઇ ત્યાંથી જતા રહેલા હતા. કાકા ભત્રીજા બન્નેને દલખાગણીયા સરકારી દવાખાને લઇ ગયા હતા અને ત્યાંથી રીફ્સ કરી ધારી સરકારી દવાખાને લાવેલા અને ત્યાં કાકા વિનુભાઇને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની વધુ આપતા સાવરકુંડલાના ડીવાયએસપી વોરાએ જણાવ્યું કે આ કેસમાં આરોપી કમલેશને પણ મૃતક દ્વારા કુહાડીનો ઘા મારવાના કારણે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થતાં આ બનાવ બેવડી હત્યામાં પલટાયો છે અને પોલીસ દ્વારા સામ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.