રાજકોટના કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ઉતરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં હિરેન જાદવ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનો મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે આ હુમલો પ્રેમ પ્રકરણ બાબત કરવામાં આવ્યો હતો જેમાં યુવતી સાથે હિરેન સંબંધ રાખવા કહેતા માથાકૂટ થઈ હતી જેના કારણે હુમલો કરવામાં આવ્યો હતો
આ બનાવવામાં આજીડેમ પોલીસે હત્યાના કોશિશના ગુનો દાખલ કર્યો હતો. જેમાં હિરેનનું મોત થતા પોલીસે હત્યાની કલમ 302નો ઉમેરો કર્યો હતો. પોલીસે હત્યાનો ભોગ બનેલા હિરેન નરેન્દ્રસિંહ જાદવ (ઉમર 27 વર્ષ)ના ફરિયાદ પરથી હુમલો કરનાર વિરુદ્ધ IPC ની કલમ 307, 323, 504, 114, 135 મુજબ ગુનો નોંધ્યો હતો
પ્રેમિકા બીજા સાથે રહેતીએ હિરેનને પસંદ ન હતું
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે મારા મિત્ર હિરેન જાદવ છે સ્કૂલમાં ચલાવતો હતો જે પહેલા સંબંધમાં હતો આ વાત હિરેન અમને કહી હતી થોડા સમય પહેલા તેને પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારે યુવતી બીજા સાથે પ્રેમસંબંધમાં હતી જે હિરેનને પસંદ ન હતું જેના કારણે તેની સાથે માથાકૂટ થઈ હતી
હિરેનના પેટ પર છરીના ઘા ઝીંકી કર્યો હુમલો
ઉતરાયણના દિવસે હિરેન તથા તેનો મિત્ર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં રહેતી યુવતીના ઘર પાસે જતા ત્યાં યુવતી અને તેનો પ્રેમી આવી ગયા હતા આ વખતે બોલા ચાલી હતાં પ્રેમીએ છરીના ઘા ઝીંક્યા હતા તેમજ હું બચાવા ગયો ત્યારે મારા પર લાકડી દ્વારા હુમલો કર્યો હતો હિરેન તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મોત નીપજ્યું હતું
હત્યાનો બનનાર હિરેન 3 ભાઈ ના વચ્ચે નો હતો અને કુવારો હતો. પરિવારમાં લાગણી છવાય ગઈ હતી. તેના પીએમ બાદ તેનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે. હિરેન સ્કૂલ વેન ચલાવવાના વ્યવસાય સાથે જોડાયેલો હતો