પ્રદુષણ મામલે અરજી કરી વીડિયો વાયરલ કરવામાં
રબારીકા ગામના બે શખ્સ સહિત સાત સામે નોંધાતો ગુનો
જેતપુર શહેરના સરદાર ચોક ખાતે આવેલી ડિલક્ષ પાનની દુકાન પાસે પ્રદુષણ પાણી બાબતે કરેલી અરજી અને વિડીયો વાયરલ કર્યાનો ખાર રાખી યુવક પર ધોકા વડે રબારીકા ગામના શખ્સ અને એક અજાણ્યા શખ્સ સહિત સાત શખ્સો સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી વિગત મુજબ જેતપુર ભાદરના સામાકાંઠે શિવપાન સેન્ટરની બાજુમાં રહેતો યોગેશ સામંતભાઈ સાંજવા નામના યુવકે જેતપુરના રબારીકા ગામનો વિપુલ હાથીભાઈ લાબુ, રણજીત ઉર્ફે રાણો દિલુ બાબુ, યુવરાજભાઈ બસીયા, આશિષ ઉર્ફે ભૂરો મેહુલ બારોટ, સાગર ઉર્ફે બુધો અને એક અજાણ્યા શખ્સે ધોકા વડે રામદેવ સામંતભાઈ સાંજવાને મારમાર્યાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા પ્રમાણે રામદેવ સાંજવાએ રબારીકા ગામના કાઠી દરબાર વિરૂધ્ધ પ્રદુષણ પાણી બાબતની અરજી અને વીડીયો પ્રદુષણ બોર્ડને કરતા હોઈ જે બાબતનો રોષ રાખી સરદાર ચોક ખાતે ડિલક્ષ પાનની દુકાન ખાતે ધોકા વડે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.
પોલીસે વિપુલ હાથીભાઈ બાબુ સહિત સાત શખ્સો સામે કલબ 325 326 અને ધમકીની કલબ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વી.સી. પરમાર સહિતના સ્ટાફે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.