ઉપકારનો બદલો અપકારથી અપાયો
ઉપકાર કરી અને તેનો બદલો અપકાર થી આપ્યો અને એવી જ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવ્યું છે શહેરમાં કોઠારિયા રોડ પર આવેલ ગાયત્રી નગર હોલ નજીક મંડપ સર્વિસ ના ત્રણ સંચાલકોએ ચિચોડો રાખવાના પ્રોઢને સરાજાહેર છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે પોલીસને જાણ થતા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ કોઠારીયા રોડ પર આવેલ રણુજા નગર શેરી નંબર 9 માં રહેતા જયેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ નામના 50 વર્ષીય પ્રોઢ પર ગાયત્રી હોલ નજીક મંડપ સર્વિસના સંચાલક અનિલ કરસન વઘાસીયા,હરેશ કરસન વઘાસિયા અને ભાવેશ કરસન વઘાસિયા નામના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેઓને ગંભીર અવસ્થામાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અનિલ વઘાસીયા ને બ્રહ્માણી હોલ નજીક મંડપ સર્વિસ ગોડાઉન જ્યાં તેને જયેન્દ્રસિંહ ને થોડા સમય પહેલા ચિચોડો રાખવા માટે જગ્યા આપી હતી.
બાદ આજે સવારે જયેન્દ્રસિંહ ચિચોડા ની જગ્યા પર પતરું લગાવવા છતાં હતા ત્યારે અનિલભાઈ તેની સાથે ઝઘડો કર્યો હતો આ મામલે વધુ પડતી બોલાચાલી થતા અનિલએ ઉશ્કેરાઇને જયેન્દ્રસિંહ પર ધોકા પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં જયેન્દ્રસિંહ ને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગળાના ભાગે છરી લાગી જવાથી હાલ જયેન્દ્રસિંહ ની હાલત ખુબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે પોલીસે આ મામલે નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે