મહિલાનો નંબર માંગવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી 3 શખ્સોએ છરી ઝીંકી

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ પનાર સીરામીક ના કારખાનામાં રહેતા દંપતી પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી યુવાનને પેટમાં ગંભીર ઈજા કરી નાસી જતા મોરબી તાલુકા પોલીસમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે.

આ બનાવ અંગેની માહિતી મુજબ બાવળીયા કેનાલ પાસે આવેલ સિરામિક ના કારખાનામાં નોકરી કરતો શુભમ નારાયણ સોલંકી નામના યુવાને મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો સાળો હરેન્દ્ર મનહરસિંહ પોર વાલા અને તેની પત્ની દિપાંજલી ગઈકાલે માંડણ ગામે  પનારા સીરામીક ના કારખાનામાં હતા ત્યારે દિપાંજલી પાસે મોબાઇલ નંબર માંગવા બાબતે અગાઉ શુભમ ને સાથે કામ કરતા કરીમ ઉદેલ મકરાણી તેનો પુત્ર ઈરફાન અને સમીર સહિત ત્રણેય શખ્સોએ ઝઘડો ફરી છરી વડે દંપતી પર હુમલો કરી શુભમને પેટમાં છરીના ઘા મારી તેને હત્યા કરવાની કોશિશ કરી ગંભીર ઇજા કરી નાસી ગયા હતા, બનાવ બાદ દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, બનાવ અંગેની જાણ તાલુકા પોલીસ કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ પટેલ સહિતનો સ્ટાફ દોડી જાય યુવાનની ફરિયાદ નોંધી હુમલાખોરોની શોધ કોડ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.