ભત્રીજા પત્નીની છેડતીનો ખાર રાખી ભત્રીજાના સાળા સહિત છ શખ્સો ધોકા પાઈપ વડે ઢીમઢાળી દીધું
લોધીકાના ચીભડા ગામના વૃધ્ધની ભત્રીજા વહુની છેડતીનાં મનદુ:ખનો ખાર રાખી ભત્રીજાના સાળા સહિતના છ શખ્સોએ ખીરસરા ગામની વીડીમાં ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીઓ હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકાના ચીભડા ગામે રહેતા બાબુભાઈ મોહનભાઈ નંદાસીયા નામના ૬૫ વર્ષનાં કોળી ખીરસરા ગામની વીડીમાં બકરા ચરાવતા હતા. ત્યારે બહેનની છેડતીનો ખાર રાખી ગોંડલ તાલુકાના આંબરડી ગામના અશોક હંસરાજભાઈ વાઘેલા સહિતના છ શખ્સો બાઈકમાં ઘસી આવ્યા હતા અને વૃધ્ધ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. ધોકા પાઈપ વડે વૃધ્ધને મારમારતા બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે અહીની જી.ટી. શેઠ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
પ્રાથમિક પૂછતાછમાં મૃતક બાબુભાઈ નંદાસીયા બે દિવસ પૂર્વે વીડીમાં બકરા ચરાવતા હતા. ત્યારે ભત્રીજા વહુ વીડીમાં ઢોર ચરાવવા ગયાહતા વૃધ્ધે ભત્રીજા વહુની છેડતી કરી હોવાથી કૌટુંબીક ઝઘડો થયો હતો. ત્યારબાદ કૌટુંબીક સમાધાન પણ થઈ ગયુ હતુ આ બનાવ અંગે આંબરડી ગામે રહેતા પરિણીતાના ભાઈ અશોક વાઘેલાને જાણ થતા તે ચીભડા ગામે આવી ઝઘડો કર્યો હતો. આ બનાવ અંગે સમાધાન થઈ ગયાનું જણાવતા તે પરત ચાલ્યો ગયો હતો. ગઈકાલે વૃધ્ધ ખીરસરાની વીડીમાં બકરા ચરાવતા હોવાનું જાણવા મળતા અશોક વાઘેલા અન્ય પાંચ શખ્સો સાથે ત્યાં બાઈકમાં ઘસી આવ્યો હતો.અને વૃધ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. વૃધ્ધના હત્યારાઓ હાથ વેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધીકા પોલીસ મથકના પીએસઆઈ એચ.પી. ગઢવી સહતનો સ્ટાફ હત્યારાઓને ઝડપી લેવા શોધખોળ આદરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,