- કતારગામ GIDC વિસ્તારમાં એમ્રોડરીના મશીનમાં આવી જતાં થયેલ મો*ત મામલે નવો ખુલાસો
- આકસ્મિક મો*ત નહિ યુવકની કરાઇ હતી હ*ત્યા
- કતારગામ પોલીસે આરોપીને ઝડપ્યો
સુરતના કતારગામ GIDC વિસ્તારમાં એમ્રોડરીના મશીનમાં આવી જતા યુવકનું મો*ત નીપજ્યાની ઘટના બની હતી. જે મામલે મોટો ખુલાસો થયો છે. આ ઘટના આકસ્મિક નહીં પરંતુ યુવકની હ*ત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હત્યારાને સાથી કર્મચારી સાથે સમલેંગિક સબંધને લઈ મૃતકે અનૈતિક સબંધનો વિડિઓ ઉતાર્યો હતો. જેને લઈ મૃતક બ્લેકમેઈલ કરતો હોવાનું જણાવાયું છે. જેને લઈને આરોપી દ્વારા ગળું દબાવી હ*ત્યા નિપજવામાં આવી હતી. જે બાદ હત્યાને આત્મહત્યામાં ખપાવા યુવકનું ગળું મશીનમાં નાખી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરત: આઠમી ફેબ્રુઆરીના રોજ સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી ખાતામાં મશીનમાં ફસાયેલ કારીગરનું રેસ્ક્યૂ કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માતની નોંધ કરી આ મામલે તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. મૃતક અને આરોપી એક જ રૂમમાં જોડે રહેતા હતા અને એમ્બ્રોડરી ખાતામાં કામ કરતા હતા. બંને વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. જે અંગત પળોનો વીડિયો મૃતકે પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જે વીડિયો ડિલીટ નહીં કરતા આરોપીએ પોતાની જોડે જ રહેતા અને એમ્બ્રોડરી ખાતામાં કામ કરતા કારીગરની ગળું દબાવી હ*ત્યા કર્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. જ્યાં વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે.
સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી ખાતામાં કામ કરતી વેળાએ ચાલુ મશીનમાં આવી જતા યુવક ફસાયો હતો. યુવકનો ગળાનો ભાગ મશીનમાં ફસાઈ જતા ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને થઈ હતી. જે જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ખાતાનો દરવાજો અંદરથી બંધ હોવાના કારણે ફાયર વિભાગના જવાનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં મશીનમાં ફસાયેલા કારીગરને તાત્કાલિક રેસ્ક્યૂ કરી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ કારીગરને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે કતારગામ પોલીસે અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય