સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં દિનપ્રતિદિન લૂંટ, ચોરી, હત્યા કે આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં એક વ્યક્તિની ઝાડ પર લટકેલી હાલતમાં લાસ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ધોરાજીના જમનાવડ રોડ રેલ્વે ફાટક વટીને પડતા ઝાડ પાસેનો આ બનાવ છે. જે અંગેની માહિતી મળતા તુરંત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
46 વર્ષીય શખ્સ પાટણનો અને ધોરાજી સાસરું હોવાનું ખુલ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખ્સનું નામ ઉમેશ હિમાની અને ઉમર 46 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ શખ્સ પાટણના સિધ્ધપુરનો રહેવાસી અને ધોરાજીમાં તેનુ સાસરુ હોય અને પારિવારિક કંકાસને કારણે ઝાડ પર ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું તારણ છે. ઘટના સ્થળે પોલીસે પહોંચી પી. એમ. માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ મૃતદેહ ખસેડાયો છે.
હત્યા કે આત્મહત્યા ..??
46 વર્ષીય આધેડે પારિવારિક કંકાસને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે આ મોતના બનાવ પાછળ હત્યા નિપજાવવામાં આવી છે કે પછી આત્મહત્યા છે ? તે હજુ નક્કી થયું નથી. કારણ સહિતના પરિબળો બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે.