મોરબીમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા નિપજાવનાર આરોપી ને પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડ ની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે દુષ્કર્મ આચરનાર હત્યારાના ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.
મોરબીના જેતપર રોડ પર સિરામિક ફેકટરીમા રહેતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા નિપજાવનાર બિહારી શખ્સ સુરજ ગોરેલાલ ચૌહાણની ધરપકડ કરીને પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બાદમાં પોલીસે આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો કરતા કોર્ટે આ નરાધમના ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com