જામનગરમાં ઠેબા ચોકડી પાસે કાલે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. હત્યા કરનાર આરોપી કે આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ હત્યા પ્રકરણમાં એક પોલીસમેનની સંડોવણી હોવાની વાત સામે આવી છે. રેતીના ધંધાના મનદુઃખને લઈને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.
જામનગરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી હમેશા વિવાદનું ઘર રહી છે. અકસ્માત હોય કે મારામારી, વારે વારે આવા બનાવો બનતા આવ્યા છે. ત્યારે કાલે હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ રેતીના ધંધા બાબતે બે પક્ષે બોલાચાલી થઇ હતી મામલો ઉગ્ર બનતા અંતે હથિયારો લઈ સામસામે આવી ગયા હતા. જેમાં એક યુવાન યુવરાજસિંહ સોઢાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
CCTV ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેવી રીતે સામાન્ય વાતમાંથી માહોલ ઉગ્ર બન્યોને મહામારી થઈને આખરે એક યુવાનની હત્યા કરવામાં આવી. હત્યા થયા પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ બનાવના પગલે ACP દીપન ભદ્રન, DySP કૃણાલ દેસાઈ, પંચકોશીએ અને બી ડીવીજનનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. રેતીના ધંધા બાબતે બંને પક્ષે મનદુઃખ થયા બાદ લોથ ઢળી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં આરોપી તરીકે એક પોલીસમેનની સંડોવણી સામે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળ નજીકથી સીસીટીવી ફૂટેઝ કબજે કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ બનાવના પગલે રાજય મંત્રી હકુભા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.