પિતરાઈ વચ્ચે થયેલા ઝઘડામાં કુહાડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ
અબતક,રાજકોટ
ખાંભા તાલુકાના ડેડાણ ગામે વૃધ્ધ દાદીમાને સાચવવાના પ્રશ્ર્ને મામા-ફઈના પિતરાઈ વચ્ચે ઝઘડો થતા કુહાડીથી હુમલો કરી હત્યા થયાની ઘટના ખાંભા પોલીસમાં નોંધાય છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા મુકેશ ઉર્ફે મુન્નો કાળુભાઈ બાંભણીયા નામના યુવાનની જેન્તી રાજા ભાલીયાએ કુહાડીથી હુમલો કરી હત્યા કર્યાની શૈલેષભાઈ જીણાભાઈ બાંભણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક મુકેશભાઈ બાંભણીયાના વર્યો વૃધ્ધ દાદીમાં રાધાબેનને બિમાર રહેતી હોય તેને સાચવવા અંગે મૂકેશ અને જેન્તીભાઈ ભાલીયા વચ્ચે ઝઘડો થયો હોવાથી જેન્તી ભાલીયાએ ઉશ્કેરાઈ પોતાના પિતરાઈ મૂકેશ ઉર્ફે મુન્ના પર કુહાડીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલો મુકેશને રાજુલાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો તે દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરીયાદમાં જણાવાયું છે.
શૈલેષભાઈ બાંભલીની ફરિયાદ પરથી મુકેશ ઉર્ફે મુન્નાનીહત્યા અંગેનો જેન્તી ભાલીયા સામે ગુનો નોંધી પીએસઆઈ વાય.પી. ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.