શાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એક માસમાં ચાર હત્યા
અજાણ્યા શખ્સોએ ગળુ દાબી મોતને ઘાટ ઉતારી લાશ અવાવરુ જગ્યાએ ફેંકી દીધી
અબતક, રાજકોટ
શાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એક માસમાં ચાર લોકોનું ઢીમઢાળી દેતા લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં ગઇકાલે પરપ્રાંતિય યુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસમાં યુવાન આસામનો હોવાનું ખુલ્યું હતું.
એન તેની અજાણ્યા શખ્સોએ ગળે ટુપો દઇ મોતને ઘાટ ઉતાર્યાનું જાણવા મળતા પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
બનાવની મળતી માહીતી મુજબ શાયરમાં સ્થિત ગંગા ફોજીંગના ગેઇટની અંદર આવેલ અવાવરુ જગ્યાએથી ગઇકાલે યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યાની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી જેમાં યુવાનની ઓળખ મળી હતી. મૃતક રૂપમ શૈલેન્દ્રદાસ આસામનો બકસા જિલ્લાના બેટા ગામનો વતની હોવાનું જાણવા મળતા તેના પરિવારને બનાવની જાણ કરવામાં આવી હતી.
પોલીસે શાપરમાં કામ કરતાં આસામના શ્રમીકોની પુછપાછ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક રુપમ બે વર્ષ પહેલા શાપરમાં પી.એસ. પ્લાય નામના કારખાનામાં કામ કરતો હતો અને બાદ કયા કામ કરતો અને કયા રહેતો તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
પીએમ રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે યુવાનને ગળેટુચો દઇ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. અને તેની હત્યા કોઇ બીજા જગ્યાએ કરી લાશને અહી ફેંકી દેવામાં આવી છે.
મૃતક વિશે વધુ માહીતી એકત્રીત કરવા અને મર્ડર કરનાર શખ્સોની ઓળખ મેળવવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.