ભૂતકાળમાં આ ગેંગનો કોઇ શિકાર બન્યા હોય તેમને પોલીસને જાણ કરવા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો અનુરોધ
વિસાવદરમાં સક્રિય બનેલ ગેંગને ભોભિતર કરવા ગેંગના તમામ પાંચ આરોપીઓ સામે ગેંગ વિરુદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ડ ક્રાઇમ (GCTOC) એકટ મુજબ સરકાર તરફે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ. ભાટી ફરિયાદી બની ગુન્હો નોંધાવતા તેની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.
તાજેતરમાં વિસાવદર ટાઉનના કનૈયા ચોક ખાતે આવેલ ગાંઠિયાની લારીઓ વાળાને હેરાન કરવા બાબત રાજેશ હરસુખભાઈ રિબડિયા, રાજન, હાર્દિક સહિતના સાથે માથાકૂટ કરી, મેઈન બજારમાં તથા સાહેદ હાર્દિકના ઘરે જઈને માથાકૂટ કરવા બાબતે આરોપીઓ નાસીર રહીમભાઈ મહેતર, ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવિદ ભાઈ બ્લોચ, અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમા, કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઈ દાફડા, અકીલ ઉર્ફે ટોની ફિરોઝભાઈ સીડા, સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, આર્મ્સ એકટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા ભંગ, જુગાર સહિતના ગુન્હાઓ નોંધાયેલ હતા.
આ તમામ પાંચેય આરોપીઓ એકબીજા સાથે ઉપરના ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલા હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા પકડાયેલા તમામ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે તપાસ કરાવતા, પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી નાસીર રહીમભાઈ મહેતર સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, આર્મ્સ એકટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા ભંગ,
જુગાર સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ હોવાનું જણાતા, આ પાંચેય આરોપીઓની ગેંગ વિરુદ્ધ લોકોને આ ગેંગના ભય અને ત્રાસ માથી છોડાવવાના ભાગરૂપે ગેંગ વિરુદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ડ ક્રાઇમ એકટ મુજબ સરકાર તરફે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ. ભાટી ફરિયાદી બની, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે અલગ ગુન્હો દાખલ કરી, આગળની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝન ના DySP પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, આ ગેંગનો ભોગ ઘણા લોકો બન્યા છે, પરંતુ જાહેરમાં ફરિયાદ કે નિવેદન લખાવાવા આવતા નથી, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગેંગના આરોપીઓ દ્વારા ભૂતકાળમાં કોઈને હેરાનગતિ કરવામાં આવેલ હોઈ, આરોપીઓ વિરુદ્ધ પોતાની હકીકત નોંધાવવા માંગતા હોય તો, પોલીસ સમક્ષ આવવા આહવાન કરવામાં આવેલ છે તેમજ માહિતી આપનાર ખાનગીમાં પણ તપાસ ટીમના ઉપરોકત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી, વિગતો આપી શકે છે અને વિગતો આપનાર કે માહિતી આપનાર ભોગ બનાનારના નામ ગુપ્ત રાખવામાં આવશે, તેવું જણાવવામાં આવેલ છે.