જર જમીન અને જોરૂએ ત્રણ કજીયાના છોરૂ કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભુજ રીંગ રોડ પર રહેતા યુવાનને બુટલેગરની માતા સાથે પ્રેમ સંબંધ બંધાઇ જતા તેની સાથે લગ્ન કરવાની પેરવી કરતો હોય જે બુટલેગરને પસંદ ન હોય તેનો ખાર રાખી યુવાને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો નો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી માહીતી મુજબ ભુજ રીંગ રોડ પર આવેલ આશાપુરા મંદિર પાસે રહેતા મહેશ જેઠાભાઇ મકવાણા (ઉ.વ.40) એ ભુજ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જુની રાવલવાડીમાં રહેતા બુટલેગર હાર્દિક હરેશભાઇ ચાવડાનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી મહેશ મકવાણાને આરોપીની માતા મલીકાબેન સાથે પ્રેમ સંબંધ હોય અને બન્ને લગ્ન કરવા માંગતા હતા.
માતાના પર પુરૂષ સાથેના પ્રેમસંબંધની આરોપીને જાણ થતાં તેનો વિરોધ કર્યો હતો પરંતુ માતા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હોય જેના કારણે રોષે ભરાયેલા આરોપીએ સોમવારે સાંજે મહાદેવ ટાંકા નજીક ટાઇપીંગ સેન્ટર પાસે ફરીયાદી યુવાન મહેશ મકવાણાને આંતરી પેટમાં પડખામાં અને પીઠમાં છરીના પાંચ થી છ ઘા ઝીંકી દઇ આરોપી નાસી છુટયો હતો.બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલ મહેશને સારવાર અથે ભુજ જી.કે. જનરલ હોસ્5િટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતાં એ ડીવીઝન પી.આઇ. એચ.વી. વસાયા સહીતનો સ્ટાફ હોસ્પિટલ પર દોડી જઇ યુવાનની ફરીયાદ પરથી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તેના ઘરે છાપો મારવામાં આવ્યો હતો. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો જયારે ઘરની જડતી લેતા 1ર બોટલ વિદેશી દારૂ મળી આવતા આરોપી હાર્દિક ચાવડા સામે દારુની અલગ અલગ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.