છરી, સોડા બોટલ અને પથ્થરથી આઠ શખ્સોએ બાકઇ અને રિક્ષામાં તોડફોડ કરી ભાગી ગયા
શહેરના ભગવતીપરા પાસે આવેલા જય પ્રકાશનગરમાં પૈસાની લેતી-દેતીના પ્રશ્ર્ને માતા-પુત્ર સહિત ચાર પર ખૂની હુમલો કરી આઠ શખ્સોએ બાઇક અને રિક્ષામાં તોડફોડ કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા નજીક આવેલા જય પ્રકાશનગરમાં રહેતા રફીકભાઇ અહેમદભાઇ પઠાણ, તેની માતા ઝરીનાબેન, મિત્ર સતિષ અને ભાવેશ પર રામનાથપરાના ઇમરાન ઉર્ફે ગઢવી, પોપટપરાના કાસમ ઉર્ફે કડી જુણાચ, અહેમદ જુણાચ અને પાંચ અજાણ્યા શખ્સોએ છરીથી ખૂની હુમલો કરી સોડા બોટલ અને પથ્થરથી માર મારી બાઇક અને રિક્ષામાં તોડફોડ કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.રફીકભાઇ પઠાણ રામનાથપરાના ઇમરાન ઉર્ફે ગઢવી પાસે રૂા.1.40 લાખ માગતા હતા તેની ઉઘરાણી ન કરે તે માટે ઇમરાન ઉર્ફે ગઢવીએ રૂા.76 હજારની માગણી કરી હુમલો કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બી ડિવિઝન પી.આઇ. એમ.બી.ઔસુરા અને રશ્મીનભાઇ પટેલ સહિતના સ્ટાફે ઇમરાન ઉર્ફે ગઢવી સહિત આઠ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.