પોલીસ ફરિયાદમાં સમાધાન માટે પૈસાની માંગણી કરી’તી કાવતરૂ રચી ધારીયા વડે હુમલો કરતા ખેડૂતની હાલત ગંભીર
બોટાદના નાગલાપર ગામે રહેતા અને ખેતી કામ કરતા આધેડ પર અગાઉ થયેલી મારામારીની પોલીસ ફરીયાદનો ખાર રાખી મહિલા સહિત નવ શખ્સોએ કાવતરુ રચી ધારીયા લાકડી વડે આધેડ પર ખુની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા ખેડુતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મહિલા સહિત નવ સામે ગુનો નોધી બેની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદના નાગલપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઇ વજુભાઇ ફતેહપરા નામના ૪૯ વર્ષના આધેડ પર તેના જ ગામના લાખા રઘુ હાડગડા, કાળી લાખા હાડગડા, ગોવિંદ રઘુ હાડગડા, કુંવરજી રાધડ હાડગડા, પંકજ લાખા હાડગડા અને બે અજાણ્યા શખ્સોએ આધેડની વાડીમાં અગાઉથી કાવતરુ રચી ધારીયા લાકડી વડે ખુની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા ખેડુતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આધેડના ભાઇ પ્રભુભાઇ ફતેહપરાની ફરીયાદ પરથી મહિલા સહિત નવ શખ્સો સામે ગુનો નોંધી બેની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે. પોલીસ પ્રાથમીક તપાસમાં બે માસ પહેલા આરોપી લાખા હાડગડા સરકારી ખરાબો વાળતા હોય અને આધેડની વાડીનાં રસ્તા પર મારી નાખતા હોવાથી રમેશભાઇએ સમજાવા જતા મારા મારી થઇહતી. જેમાં બન્ને પક્ષે સામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના સમાધાન પેટે આરોપી લાખાએ રમેશભાઇ પાસે પૈસાની માંગણી કરી હતી. જેનો ખાર રાખી ગઇકાલે લાખા અને તેની પત્ની સહિત નવ શખ્સોએ વાડીમાં ઘાસના ઢગલા પાછળ સંતાઇ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાનું ફરીયાદમાં નોંધાવ્યું હતું.