સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકો યાત્રાધામ તરીકે આગવી નામના ધરાવે છે અને ચોટીલા તાલુકાના 84 જેટલા ગામડાઓ આવેલા છે આ તમામ ગામો નું એપીસેન્ટર શહેર ચોટીલા છે. તાલુકાના તમામ ગામડાઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત સામાન્ય વર્ગ છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત સામાન્ય વર્ગ નાના ધંધાર્થીઓ દુકાનદારો વાહનચાલકોને ધંધા-રોજગાર ઠપ્પ થવાના કારણે ખુબ મોટી હાલાકી ભોગવી રહ્યા છે અને ટકનું લઈને ટકનું ખાવા વાળા ને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે કોરોના તેમજ સામાન્ય શરદી ઉધરસ તાવના રોગચાળો જે ફાટી નીકળ્યો તે તકનો લાભ લઈ અને દવાખાનાઓમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવી તેમ છતાં ચોટીલા આરોગ્ય વિભાગના અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મુક પ્રેક્ષક બની અને જોતા રહ્યા. ચોટીલામાં મુન્નાભાઈ એમબીબીએસ નો રાફડો ફાટી નીકળ્યો છે ડોક્ટરેટ ડિગ્રી ન હોવા છતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે જે લોકો ડોક્ટરને ભગવાન માની રહ્યા છે તે જ અમુક ડોક્ટરો માનવતા નેવે મૂકીને ખુલ્લેઆમ આપદાને અસરમાં ફેરવી લોકોમાં લૂંટ ચલાવી. જે ડોક્ટરોની સામાન્ય 80 રૂ. થી 100 ફી હતી તે ડોક્ટરો પાંચસો હજાર બે હજાર પોતાની મનફાવે તેવી તોડ કરી .
દવાખાનાઓમાં પણ સરકારના ધારા ધોરણ હેઠળ ફી લેવાના નિયમો હોય છે પણ ચોટીલામાં તંત્રની નિષ્ક્રિયતા અને અધિકારીઓની લાલિયાવાડી ના કારણે બધું જેમ તેમ ચાલ્યા રાખે છે કોરોના કાળમાં અનેક ચોટીલા ના દવાખાના વાળા ખુલ્લેઆમ લૂંટ ચલાવી છે અને સામાન્ય ગરીબ ખેડૂત કે તમામ વર્ગ ખુલ્લેઆમ જાહેરમાં લૂંટાયાનો અહેસાસ થયો છે
દરેક જગ્યાએ હપ્તાખોર ભ્રષ્ટાચારી સિસ્ટમના કારણે અને ઉપર જતા આ મોંઘવારીનો માર આમ જનતાને તો જીવવું મુશ્કેલ બની ગયું છે. ચોટીલામાં પણ હાઈ ફાઈ હોસ્પિટલો બનાવી અને પોતાની આગવી સૂઝબૂઝથી લોકોને લૂંટવાનો ધંધો જાણે હરીફાઈ બની ગઈ હોય તેવું લાગે છે. આવા માનવતા હિંન લોકોના કારણે આજે પવિત્ર યાત્રાધામ ચોટીલા ને કલંકિત કરી રહ્યા છે.
રાજ્ય સરકાર પાસે માંગીએ છીએ કે ચોટીલામાં ડિગ્રી ન ધરાવતા ડોક્ટરો અને ખુલ્લેઆમ લૂંટ ચલાવતાં દવાખાના ઉપર ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવ્યા અને ચોટીલાના બે જવાબદાર અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. અને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સુવિધાઓ નો અભાવના કારણે દર્દીઓને જ્યાં ત્યાં રીફર કરવામાં જેના કારણે દર્દીઓને ખુબ મોટી હાલાકી ભોગવવી પડે છે તો આ રેફરલ હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતાને અપીલ જ્યાં ત્યાં દવાખાનામાં ખોટા બિલ બનાવવામાં આવે.ખોટી છેતરપિંડી કરવામાં આવે છે કંઈ તકલીફ ન હોવા છતાં દવાખાનાઓમાં ખોટા રોકી રાખવામાં આવે છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવો અને આવા માનવતા હીંન લોકોને વિડીયો ઉતારી અને ખુલ્લા પાડો અને આવા ને યોગ્ય પાઠ ભણાવવો જોઈએ અને જાગૃત રહેવું જોઈએ. તેમ ખેડુત એકતા મંચના મહામંત્રી રાજુભાઈ સોનારા દદ્વારા ઉચ્ચ કક્ષોએ માંગ તથા લોકોને ભલામણ કરાઈ છે.