બોલીવૂડમાં નવોદિતોના ફાલમાં ટાઇગર નં. ૧ છે
- કલાકારો:-ટાઇગર શ્રોફ, નવાઝુદ્દીન સિદીકી, નિધિ અગરવાલ, રોનિત રોય
- ડાયરેકશન:-શબ્બીર ખાન
- મ્યુઝિક:-તનિષ્ઠ બાગચી
- ફિલ્મની અવધિ:-ર કલાક ર૩ મીનીટ
- ફિલ્મ ટાઇપ:-રોમેન્ટિક એકશન કોમેડી
- સિનેમા સૌજન્ય:-કોસ્મોપ્લેકસ
- રેટિંગ:-પ માંથી ૩ સ્ટાર
સ્ટોરી:-મુન્ના માઇકલ (ટાઇગર શ્રોફ) એક કાબિલ ડાન્સર છે. સંજોગોવસાત તેને દિલ્હીનો ડોન મહિન્દર (નવાઝુદ્દીન સિદીકી) સાથે ભેટો થઇ જાય છે. મહિન્દર કલબ ડાન્સર ડોલીને એકતરફી પ્રેમ કરતો હોય છે. ડોલીને ઇમ્પ્રેસ કરીને તેનો પ્રેમ પામવા તે ડાન્સ શીખવા માગતો હોય છે. તે મુન્નાને પોતાનો ગુરુ બનાવે છે. મુન્ના તે મહિન્દર માટે કુરીયર બોય બનીને તેના પ્રેમપત્રો ડોલી સુધી પહોંચાડે છે.
મુન્ના મનોમન ડોલીને ચાહવા લાગ્યો છે. ડોલી પણ મુન્નાને દિલ દઇ બેસે છે. આગળ શું થાય છે ? ડોલી કોને મળે છે ? મુન્નાને કે મહિન્દરને ? આ સવાલોના જવાબ જાણવા તમારે મુન્ના માઇકલ જોવી જ પડશે.
એકિટંગ:-ફિલ્મ મુન્ના માઇકલમાં હીરો ટાઇગર શ્રોફ પર સાઇડ હીરો નવાઝુદ્દીન સિદીકી ભારે પડયો છે. નવાઝની એકિટંગ ખુબ જ નેચરલ છે. તેણે સાબિત કર્યુ છે કે – તે સીરીયસ કેરેકટરની સાથે કોમિક રોલ પણ બખૂબી નિભાવી શકે છે. નવાઝના ડાન્સ મુવ દર્શકોને ભરપુર મનોરંજન પુ‚ પાડે છે. નવાઝ ઇંઝ એકસેલન્ટ ઇન મુન્ના માઇકલ ટાઇગર શ્રોફે પ્રભાવશાળી અભિયન કર્યો છે. તે અગાઉની ફિલ્મોમાં પણ ડાન્સ અને ફાઇટ કરી ચૂકયો છે. આમ છતાં મુન્ના માઇકલમાં તેનો ડાન્સ અને એકશનમાં તાજગી લાગે છે. રોમેન્ટિક દ્રશ્યો અને ગીતમાં પણ તે જામે છે. કહેવું પડે કે બોલીવૂડમાં નવોદિતોનો જે ફાલ આવ્યો છે તેમાં ટાઇગર નંબર વન છે. નવી હીરોઇન નિધિ અગરવાલ બ્યુટીફૂલ લાગે છે. નવાઝ અને ટાઇગરના અભિનય સામે નિધિનો અભિનય ઝાંખો લાગે પરંતુ નિધિ પણ ડાન્સમાં માહિર છે. તેણે ડાન્સમાં ઘ્યાન આપ્યું છે તેમ અભિનય પર પણ ઘ્યાન આપવું પડશે. રોનીત રોયનો રોલ ટૂંકો છે અન્ય સપોટીંગ ડાસ્ટનું કામ જસ્ટ ઓકે
ડાયરેકશન:-ફિલ્મ મુન્ના માઇકલમાં શબ્બિર ખાનનું ડાયરેકશન છે. શબ્બિર અને ટાઇગરની આ ત્રીજી ફિલ્મ છે. તેમણે હીરોપંતી અને બાગીમાં સાથે કામ કર્યુ છે. તેમની એક ટીમ બની ગઇ છે. આ ટીમની વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમાં ટાઇગરની રીઅલ ગર્લ ફ્રેન્ડ દિશા પટની તેની હીરોઇન છે. વાત કરીએ મુન્ના માઇકલની તો શબ્બિર ખાનનું નિર્દેશન પરફેકટ છે. તેમણે ફિલ્મની રફતાર જાળવી રાખી છે તેથી દર્શકો કયાંય બોરિયત મેહસૂસ કરતા નથી. તેમણે ટાઇગર અને નવાઝને એકસરખું કુટેજ આપ્યું છે.
મ્યુઝિક:-મુન્ના માઇકલની સ્ટોરીમાં નવીનતા છે પણ મ્યુઝિકમાં કોઇ નવીનતા નથી. એકાદ ગીતને બાદ કરતાં તેના ગીતોમાં ઘોંઘાટ વધુ છે. દિલ હે આવારા તો એતરાઝ કયૂં હૈ ગીત ટાઇગરના સ્ટેપ્સને લીધે ગમે અન્ય ગીતો ઠીક છે. ટૂંકમાં ફિલ્મનું મ્યુઝિક એવરેજ છે તેથી લોકપ્રિય થઇ શકયું નથી. ગીતોની કોરિઓગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે જે તારીફને કાબિલ છે.
ઓવર ઓલ:-મુન્ના માઇકલ એક એન્ટર ટેનીંગ ફિલ્મ છે. તેમાં ડાન્સ ડ્રામાં રોમાન્સ એકશન કોમેડી બધું જ છે. ટૂંકમાં આ એક મસ્તીભરી ફિલ્મ છે. ફિલ્મમાં કોઇ વલ્ગર દ્રશ્યો કે દ્વિઅર્થી સંવાદો નથી તેથી પરિવારે સાથે જોઇ શકાય તેવી છે.
આ ફિલ્મ ટાઇગર અને નવાઝના ચાહકોને તો ગમશે જ સાથો સાથ અન્ય વર્ગના દર્શકોને પણ નિરાશ નહી કરે એકવાર અવશ્ય જોવા જેવી ફિલ્મ