તાજેતરમાં આકાર ઈશ્ર્વરીયા પાર્ક ખાતે પામી રહેલા રિજીઓનલ સાયન્સ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત આપણા રાજકોટના લાડીલા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ગાંધીનગર અને લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ દ્વારા ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સાયન્સ કિવઝનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શહેરની મોટાભાગની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં વી.જે.મોદી સ્કૂલના ધો.૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મુનિયા રક્ષિત પ્રથમ નંબર વિજેતા થયો હતો. જેમને મુખ્યમંત્રી દ્વારા શિલ્ડ તથા રોકડ રૂ.૨૫૦૦/- એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય, ધારાસભ્યો તથા મ્યુ.કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીની સફળતા બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,