ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી રહેલા રાજકોટ શહેરમાં પૂ. ગાંધી બાપુની કાયમી સ્મૃતિમાં એક અનોખું અને દેશ વિદેશમાં જેની નોંધ લેવાય તેવું એક અદભૂત અનુભૂતિ કેન્દ્ર બનાવવા માટેનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલો છે. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જવાહર રોડ પર આવેલ આલ્ફ્રેડ હાઈસ્કૂલની મુલાકાત લઇ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર- “સત્ય પીઠ” પ્રોજેક્ટની કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી. કમિશનરશ્રીએ કહ્યું કે, હાલ ઝડપભેર કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સંભવતઃ આગામી ત્રણ માસમાં સંપન્ન થઇ જશે તેવી આશા રાખી શકાય.

કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં હાલ વિવિધ કામગીરી ચાલી રહી છે જેમાં “સી” વિંગને બંને છેડેથી જોડવા માટે બ્રિજ બનાવવાની કામગીરી ગતિમાં છે. આ બ્રિજ બનવાથી મુલાકાતીઓને એલ છેડેથી બીજા છેડા સુધી પહોંચવામાં ખુબ સરળતા રહેશે. આ બ્રિજ બનાવવામાં આંતરરાષ્ટ્રિય ધોરણો ધ્યાનમાં રાખવામાં આવેલ છે.

IMG 20180521 WA0002તેમણે વધુમાં ઉમેર્યું કે, સિવિલ વર્કમાં ફલોરીંગ, ટેરેસ વોટર પ્રૂફિંગ – મોઝેકનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. એવી જ રીતે પીઢીયા પાપડાનું કાર્ય પણ પુરૂ થયું છે. કમિશનરશ્રીએ એક વિશેષ વાર કરતા કહ્યું કે, આ હેરીટેજ બિલ્ડીંગનો હેરીટેજ લૂક યથાવત જળવાઈ રહે તે રીતે સમગ્ર ઈમારતનું પ્રોજેક્ટની વિવિધ આવશ્યકતા અનુસાર આધુનિકરણ કરવામાં આવી રહયું છે.અત્યારે રૂફ્નું કામ પૂર્ણ થવામાં છે. એરકન્ડિશનિંગ માટેના ડકટની કામગીરી કરવામાં આવી રહી છે. તો સાથોસાથ ઇલેક્ટ્રિક કેબલ અને દરેક રૂમમાં કલર કામ ગતિમાં છે. મહાત્મા અનુભૂતિ કેન્દ્રની અંદર રહેલી હેરીટેજ સીડીનું રીટ્રોફિટિંગ કરવામાં આવી રહયું છે.

આ ઉપરાંત ગ્રીલનું કામ આગળ ધપી રહયું છે, જ્યારે વી.આઈ.પી. લોન્જ, ટિકિટ બૂથ અને ટોઇલેટ બ્લોકનું કામ પૂર્ણ થવામાં છે. કમિશનરશ્રીએ આજે સ્થળની મુલાકત લીધા બાદ આ પ્રોજેક્ટની કામગીરી શક્ય તેટલી વહેલી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

IMG 20180521 WA0001આશરે રૂ. ૨૧ કરોડનાં આ પ્રોજેક્ટમાં મ્યુઝિયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીજીનાં સત્ય, હિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય તેમજ લોકો તેમાથી પ્રેરણા મેળવી આ આદર્શો પોતાના જીવનમાં ઉતારી શકે તદ્દપરાંત સમગ્ર વિશ્વના સહેલાણીઓ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તથા ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલ એક શ્રેષ્ઠ સ્થાન બની રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મેમોરીયલ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવેલ અને આજે આ પ્રોજેક્ટ ખુબ ઝડપથી પૂર્ણ થવા ભણી આગળ ધપી રહયો છે.

આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં આ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના સંસ્મરણો તથા જીવન ચરિત્રને તાદ્રસ્ય કરવામાં આવશે. તેમજ આ મ્યુઝિયમમાં આધુનિક મલ્ટીમીડિયાના ઉપયોગથી મીની થીયેટર, મોસન ગ્રાફિક તેમજ ઓગ્મેન્ટેડ રીયાલીટીની સહાયથી મુલાકાતીઓને થ્રીડી પ્રોજેક્સન તેમજ કટ આઉટ દ્વારા ગાંધી સ્મૃતિ તાદ્રસ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

IMG 20180521 WA0000 1મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ પણ કહ્યું કે, આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ ગુજરાતના પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પોતાના ફરવાના સ્થળોમાં રાજકોટનો પણ સમાવેશ કરશે એમ કહી શકાય. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર વૈશ્વિક કક્ષાનું બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મ્યુનિ. કમિશનરશ્રીની આ સાઈટ વિઝિટ દરમ્યાન નાયબ કમિશનર શ્રી ચેતન નંદાણી તથા અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહયા હતાં અને કમિશનરશ્રીને હાલ ચાલી રહેલી કામગીરી અને હવે પછી હાથ ધરવામાં આવનાર કામગીરી વિશે માહિતી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.