જાગનાથ જૈન સંઘના આંગણે પૂજય આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજી મહારાજની પાવનનિશ્રામાં અદકેરી આયંબિલની આરાધના
ગત વર્ષે રાજકોટમાં જ જેઓની ભવ્ય દીક્ષા સંપન્ન થઇ હતી તે પૂ. મુનિભગવંત ગૌતમયશવિજયજી મહારાજના દીક્ષાદિનથી લાગ લગાટ સળંગ ૫૦૦ આયંબિલની ઉગ્ર સાધનાની પુર્ણાહુતિના પડઘમ વાગતા આ ભવ્ય અવસરે જાગનાથ શ્વે. મૂ. જૈન સંઘના ઉપક્રમે, પૂજય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્વરજી મહારાજની પાવનનિશ્રામાં પૂ. મુનિભગવંતના સાંસારિક પરિવાર દ્વારા અનોખા આયોજનો આયોજીત થયા હતા.
પૂજયબાદ સુવિશાલ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વર મહારાજની પરમ પાવન કૃપાથી પૂજય મુનિભગવંતે ૧૭-૧૮ વર્ષની આ અત્યંત કઠીન સાધના પૂર્ણ કરી છે. આ અવરસે પૂજય આચાર્ય ભગવતો પ્રેરણા કરતા સમસ્ત રાજકોટના અન્વયે સામુહિક પ૦૦ આયંબીલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુનિભગવંતની આ અત્યં કઠીન સાધનોને વધાવવા સર્કલ સંઘે ૭૫૦ થીવધુ આયંબિલની આરાધના કરી હતી. જાગનાથ જૈન સંઘમાં ૭૫૦ થી વધુ આયંબિલની આરાધના કરી હતી. જાગનાથ જૈન સંઘમાં ૭૫૦ થીવધુ આયંબીલ એકસાથ આયોજાયા હતા. આ ભવ્ય દ્રશ્યને નીહાળવા આંખો ધન્ય થઇ જાય. જાગનાથ સંઘના ટ્રસ્ટીગણો તથા લાભાર્થી પરિવારનો ઉત્સાહ અને આયોજન કાબિલેતારીફ હતા.
આ નિમિતે ગઇકાલે રપ૦ થી વધુ સામુહિક સામાયિક બહેનાના આયોજાયા હતા. તથા એકસાથે ૭૫૦ થી વધુ આયંબિલનું આયોજન પણ કદાચ રાજકોટમાં સૌ પહેલીવાર થયું હતું. આવતીકાલે પૂજય મુનિભગવંતનો પારણાનો દિવસ છે. તે નિમિત મુનિભગવંતના સાંસારિક ગૃહાંગણે પુષ્કર એપાર્ટમેન્ટે સવારે ૭ કલાકે વાજતે ગાજતે પધરામણી થશે. તથા ત્યાં પૂજય આચાર્ય ભગવંતનું પ્રવચન થશે અને પછી મુનિભવંતના પ૦૦ આયંબીલનું પારણું થશે. રાજકોટના આંગણે સાકાર થવા જઇ રહેલા આ ભવ્ય અવસરની સૌ સંઘજનોએ અંતરથી અનુમોદના કરી છે. તથા મુનિ ભગવંતને નનમસ્તક વંદના કરી છે.
આયંબિલની રસોઇમાં ૩રથી વધુ વાનગીઓ બનાવાઇ: નિલેશભાઇ શાહ
અબતક સાથેની વાતચીત દરમિયાન નિલેશભાઇ શાહએ જણાવ્યું હતું કે જાગનાથ શ્વેતામ્બર મુર્તિપુજક જૈન સંઘમાં આજથી બે વર્ષ પહેલા યશોવિજય મહારાજ સાહેબની નિશ્રામાં ગૌતમયશ મહારાજ સાહેબએ દિક્ષા લીધેલ તે દિવસથી આજ સુધી સળંગ ૫૦૦ આંબેલ કરી છે. જેમાં આજરોજ તેમનો પ૦૦ મો દિક્ષા દિવસ છે. જેને ઘ્યાનમાં રાખી પરમ પુજય આચાર્ય ભગવંત આચાર્ય યશોવિજયજી મહારાજ સાહેબએ સમસ્ત રાજકોટમાં ઓછામાં ઓછા પ૦૦ આયંબિલ થવા જોઇએ તેવી ટકેલ નાખેલ
જેના ભાગરુપે સમસ્ત રાજકોટમાંથી અંદાજે ૬૦૦ થી વધારે આયંબિલ થયેલ છે. જે જાગનાથ સંઘના સંપૂર્ણ આયોજન હેઠળ હતું. આયંબિલનો લાભ ગૌતમયશ મહારાજ સાહેબના સંસ્કારી પરિવાર નિલેશભાઇ શાહએ લીધુેલ હતા. જૈનોના આયંબિલમાં છ વિધયનો ત્યાગ હોય જેમ કે તેલ, મરચું, ધાણાજીરુ, વધાર, દહીં, દુધ તમામ વસ્તુ વગરની બાફેલી વસ્તુઓ જ બનાવવામાં આવે છે. આયંબિલમાં રસોઇમાં ૩ર થી વધુ વસ્તુઓ બનાવવામાં આવી હતી.
આયંબીલને જૈન ધર્મની પરિભાષામાં વર્ધમાન તપનો પાયો કહેવામાં આવે છે: યશોવિજયજી મ.સા.
અબતક સાથેની વાતચીત દરમિયાન આચાર્ય યશોવિજયજી મહારાજા સાહેબએ જણાવ્યું હતું કે આજે સામુહિક આયંબીલનું આયોજન મુનિરાજ ગૌતમયશવિજય મહારાજ સાહેબ તેમ જ ૫૦૦ આંબેલની પુર્ણાહુતિ નિમિતે રાખવામાં આવેલ છે. ગયા વર્ષે તેમની દિક્ષા થઇ દિક્ષાના ૧૭ મહીના પરિપૂર્ણ થવા આવ્યાં. દિક્ષાના દિવસે ઉપવાસ અને તેના બીજા દિવસથી આયંબિલનો મહા યજ્ઞ તેમને શરુ કર્યો છે. જૈન ધર્મની પરિભાષામાં જેને વર્ધમાન તપનો પાયો કહેવામાં આવે. જેમાં ર૦ દિવસમાં ૧પ આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય તે પાયો નાખી અને સળગ આયંબીલની આરાધના ચાલુ રાખી પ થી શરુ કરી ૩૦ ઓળી સુધી પ૦૦ આંબેલમાં તેઓ પહોંચેલા છે. આયંબિલ એટલે જેમાં દૂધ, દહિં, ઘી, તેલ, ગોળ, છાશ, ફ્રુટ, ડાયફુટ, મીઠાઇ કાંઇપણ લેવાનું ન હોય, માત્ર બાફેલું અનાજ અન કઠોળનો જ વપરાશ કરવાનો હોય તે પણ દિવસ દરમિયાન એક જ વખત રાતના સમયે જૈન સાધુ પાણી પણ ન વાપરે ત્યારે તેમણે ૫૦૦ આંબેલ પરીપૂર્ણ કર્યા. તે નિમિતે રાજકોટના તમામ આરાધકો જૈનોએ પ૦૦ આંબેલના યજ્ઞમાં ઝંપલાવવાનું કામ કર્યુ. જેમાં ૭૦૦ થી વધુ આયંબિલના પાસ ગયો હતો. ગૌતમયશ મહારાજ સાહેબના સંસ્કારી પરિવાર દ્વારા આયંબિલનો સંપૂર્ણ લેવામાં આવ્યો છે.
ગુરુદેવના આશિર્વાદથી પ૦૦ દિવસ આંબેલ કરી શકયો: ગૌતમયશવિજયજી મ.સા.
અબતક સાથેની વાતચીત દરમિયાન ગૌતમયશ મહારાજ સાહેબ જણાવ્યું હતું કે આચાર્ય યશોવિજય સુરીશ્વર મહારાજ સાહેબનો હું શિષ્ય છું. દિક્ષા લીધી ત્યારથી સંકલ્પ કર્યો હતો કે આંબેલ કરવા છે. પરંતુ સંસારી પણે આંબેલની કોઇ પ્રેકટીસ ન હતી. મેં છુટા છૂટા ૧૦ થી ૧પ કર્યા હતા. પરંતુ દિક્ષા લીધા બાદ ગુરુદેના આશીર્વાદના કારણે જ થયું છે. બાકી હું માનતો નથી કે કોઇ ૧૭ વર્ષનો છોકરો પ૦૦ દિવસ સુધી મન ન થાય તેમાં પણ જે ખાવાનો ખુબ જ શોખીન હું ખાવાનો ખુબ જ શોખીન હતો દિક્ષા પહેલા છતાં દિક્ષા પછી સળંગ ૫૦૦ દિવસ સુધી આંબેલ કરી શકયો તે ગુરુદેવના આશીર્વાદને કારણે જ થયું છે.