દબાણ હટાવ શાખાએ સતત ત્રણ દિવસ નડતરરૂપ દબાણો ઉપર ઘોસ બોલાવી: પરચુરણ માલ-સામાનના 20 તથા શાકભાજીના 70 થડા પણ હટાવ્યા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ત્રણ દિવસમાં રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર રૂપ 27 રેકડી/કેબીન તે નંદનવન,પુષ્કરધામ મેઈન રોડ,નાના મૌવા મેઈન રોડ,જનકપુરી,ભવનગર રોડ પટેલ વાડીની સામે,કરણસિંહજી રોડ, બાલાજી મંદિર રોડ,રેસકોર્ષ રિંગ રોડ,જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 20 પરચુરણ ચીજ વસ્તુઓ રામાપીર ચોકડી, જનકપુરી, જ્યુબેલી માર્કેટ, પોસ્ટ ઓફિસ રોડ,લાખાજીરાજ રોડ પાસેથી જપ્ત કરવામાં આવેલ., 70 કિલો શાકભાજી/ફળ જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. 27,800/- મંડપ કમાન છાજલી ભાડુ તે રાજનગર મેઈન રોડ,યુનિ.રોડ પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.39,000/- વહિવટી ચાર્જ તે નાના મૌવા,ડિ માર્ટ, 80 ફુટ રોડ,મારૂતીનગર,કોઠારીયા રોડ,સંતકબીર રોડ,જ્યુબેલી પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 309 બોર્ડ-બેનર તે કોટેચા ચોક,અટલ બિહારીબાજપાઈ હોલ,રેસકોર્ષ રિંગ રોડ,ટાગોર રોડ,ત્રિકોણ બાગ,પશ્ચિમ રોડ,મોટી ટાંકી ચોક,લિમડા ચોક,ગોંડલ રોડ પરથી જપ્ત કરેલા છે.
આમ કુલ 27 રેકડી કેબીન, 20 પરચુરણ માલ સામાન, 70 શાકભાજી ફળના ઠેલા, રૂ.27850ની કિંમતના મંડપ કમાન છાજરી, 309 બોર્ડ બેનરો હટાવવામાં આવ્યા છે.