વિકાસ કામોને વેગ આપવા ભુપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની અધ્યક્ષતાની સમિતિને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરાયા છે. જેથી એ વર્ગની નગરપાલિકાને 50 લાખ, બ વર્ગને 40 લાખ, ક વર્ગને 30 લાખ અને ડ વર્ગને 20 લાખ સુધીની વિકાસ કામોની ગ્રાન્ટની મંજુરીની સત્તા મળશે. આમ હવે નગરપાલિકાઓને તાંત્રિક અને વહીવટી મંજૂરીની રાહ નહિ જોવી પડે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી થતાં વિકાસ કામોમાં ગતિ લાવવાનો કુનેહપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. રાજ્યના નગરોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો છે સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી વિકાસ કામો અને પારદર્શી વહીવટની મુખ્યમંત્રીએ નેમ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે.
વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી 15માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતાની સમિતિ પાસે ફાયનાન્સિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનીક સ્તરે વિકાસકામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની રજુઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રશ્નના સમાધાન માટે, સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી અને પારદર્શી વહીવટની નેમ સાથે, દરેક નગરપાલિકામાં ચીફ-ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિ રચવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે.
તેમના આ નિર્ણય મુજબ, ‘અ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 50 લાખ, ‘બ’ વર્ગની નગરપાલિકાની સમિતિને 40 લાખ, ‘ક’ વર્ગની નગરપાલિકાની સમિતિને 30 લાખ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 20 લાખ સુધીના પાવર્સ ડેલીગેટ કરવાનો નિર્ણય કર્યો છે.