એન્જિનિયરની ટીમ દ્વારા ‘હેન્ડ ફ્રી સેનીટાઇઝર મશીન’ અને ‘હેન્ડ ફ્રી વોશ બેસીન’ બનાવાયું: ઓફિસરોને બિરદાવતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
હાલ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, સમગ્ર દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. સરકારશ્રી દ્વારા અનેક સાવચેતીરૂપી લેવાઈ રહયા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની નિયત ફરજની સાથોસાથ પોતાની સમજદારી અને સંવેદનશીલતા સાથે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો સમાજ સમક્ષ પ્રસ્તુત કરતા રહે છે. આવા અધિકારી અને કર્મચારીઓની આ કર્તવ્યનિષ્ઠાને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે મુક્ત કંઠે બિરદાવી છે. મનપાના વોર્ડ નં. ૧૪ના વોર્ડ ઈજનેરની ટીમ અને વોર્ડ ઓફિસર સહિતના કર્મચારીઓએ સાથે મળીને “હેન્ડ ફ્રી સેનીટાઈઝર મશીન બનાવ્યું છે. આ મશીન દ્વારા હાથ સ્પર્થ કર્યા વગર પગના સહયોગ વડે હેન્ડ વોશ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે, હાલ શહેરમાં કોરોના વાઈરસ સામેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે કઈક અલગ અને અલૌકિક શોધખોળ કરી કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખી વોર્ડ ૧૪ના વોર્ડ ઈજનેર એચ.એ.વસાવા, વોર્ડ ઓફીસર હેમાદ્રીબા ઝાલા, આસી.ઈજનેર હર્ષવિજયસિંહ ગોહીલ, વર્ક આસી. પાર્થ પરમાર દ્વારા “હેન્ડ ફ્રી સેનીટાઈઝર મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોરોના અંગેની ફરજ વચ્ચે પણ શહેરીજનોને અલગ જ સુવિધા પ્રદાન કરવામાં આવી છે, રાજકોટ મહાનગરપાલિકાના આવા ઉમદા ઉદાહરણ સાથે હર્ષ અને ગર્વની લાગણી ઉદભવે છે. શહેરીજનોની સતત ચિંતા કરવી સાથે પોતાની પર્સનલ લાઈફને પણ મહત્વ આપતા મનપાની ફરજ બજાવે છે. સમગ્ર લોકો જયારે પોતાના ઘરે રહીને કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણ રાખવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાના જીવના જોખમે દિવસરાત જોવા વગર કોરોના જેવા ગંભીર વાઇરસ વચ્ચે લોકોની સેવા કરી રહયા છે. આજે જયારે તમામ અધિકારીઓને પોતાની મૂળભૂત ફરજ સિવાય વધારાની અન્ય ફરજો પણ બજાવી રહયા છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું.
મશીનને સ્પર્શ કર્યા વગર હાથ સેનીટાઈઝ થઈ શકે!
મશીનને હાથેથી સ્પર્શ કર્યા વગર પગના સંચાલન દ્વારા હાથને સેનીટાઈઝ થઈ શકે તે મુજબ નુ બનાવવામા આવેલ છે. આ મશીન માટે બાંધકામ સાઈટ પરના હાજર ફાજલ મટીરીયલમાથી બહુ સામાન્ય ખર્ચે બનાવવામા આવેલ છે. આ નવીનતમ મશીન દ્વારા વોર્ડ ૧૪ની ઓફીસ ખાતે આવતા સફાઈ કામદારો, કર્મચારીઓ તથા અન્ય જરુરી કામ માટે આવતા અરજદારો તુરંત હાથને સેનીટાઈઝ કરી શકે છે. સાથોસાથ હાલમા કોવિડ-૧૯ના મહામારના દીવસોમા આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓનો રોજબરોજ ખૂબ ઘસારો રહે છે. જેમાં લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ ખૂબ વધુ પ્રમાણમાં લોકો અન્ય બીમારી સબબ સારવાર અર્થે આવતા હોય છે, જેના સ્વાસ્થ્યની ચીંતા ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં ૧૪ની ટીમ દ્વારા હાથ ધોવા માટે વોશ બેસીન તથા હેન્ડ વોશ (લીક્વીડ)નો હાથેથી સ્પર્શ કર્યા વગર હાથ ને હેન્ડવોશથી ધોઈ શકાય તેવુ એક હેન્ડ ફ્રી વોશ બેસીન તૈયાર કરેલ છે. જેમા હાથ સાફ કરવા માટે નળ કે હેન્ડ વોશની બોટલના સ્પર્શ વગર પગેનો ઉપયોગ કરી હાથને સાફ કરી શકાય છે. હાલમા આ મશીન ટીમ વોર્ડ-૧૪ દ્વારા લક્ષ્મીવાડી મેઇન રોડના આરોગ્ય કેન્દ્ર ખાતે એમ.ઓ. ડો. મૌલીબેન ગણાત્રાને સોપવામા આવેલ છે.
કોરોના સામે રાજકોટની રાણી લક્ષ્મીબાઈ મેદાને
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર શ્રી કિંજલ ગણાત્રા છ માસથી સગર્ભા હોવા છતાં પોતાની ફરજ બજાવે છે, અને બીજા જી.એ.ડી. આને આરોગ્ય શાખાની રૂટીન કામગીરી ઉપરાંત કોરોના કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા આસી. મેનેજર કાશ્મીરા વાઢેર પોતાની બે વર્ષની પુત્રીને ઘેર મુકી મનપાની કોરોના કંટ્રોલ રૂમની અને અન્ય ફરજો બજાવે છે, અન્ય એક રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ના વોર્ડ ઓફીસર તરીકે ફરજ બજાવતા ફાલ્ગુનીબેન કલ્યાણીએ પોતાના અને પોતાના મિત્રોના સહયોગથી સ્વખર્ચે જરૂરિયાતમંદ માણસોને માસ્કનું વિતરણ કરેલ છે, તેવું જ એક અન્ય ઉદાહરણ છે ડો.ભૂમીબેન કમાણી, જેમણે ખરા અર્થમાં મહિલા બ્રિગેડ ટીમના સક્ષમ સેનાપતિ તરીકે ઉત્કૃષ્ટ ફરજ બજાવેલ છે. છેલ્લા ૧ માસથી તેઓની ૪ વર્ષની જોડિયા દીકરીઓ તથા કુટુંબની કૌટુમ્બીક જવાબદારીથી પરે રહી પોતાની ફરજને પ્રાધાન્ય આપેલ છે. બંને ૪ વર્ષની દીકરીઓને છેલ્લા ૧ માસથી માત્ર વિડીયો કોલિંગથી મળતા માતાના પ્રેમના બદ્લામાં તેઓએ કોરોનાની ફરાજને પ્રાધાન્ય આપી, કોરોના વોરિયરનું ઉત્તમ અને આદર્શ ઉદાહરણ પૂરું પાડી સમાજને નવો માર્ગ ચિંધેલ છે. ઉપરાંત કોરોના કહેર વચ્ચે છેલ્લા ૧.૫ માસથી મનપાની ૫૦૭ મહિલા આરોગ્ય વોરિયરની એક પણ દિવસની રજા વિના લોકડાઉનમાં ફિલ્ડમાં સતત ફરજ બજાવે છે.