શહેરનું ૭૯.૧૪% પરિણામ જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ કન્યા વિદ્યાલયનું ૮૨.૮૧% તથા મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયનું ૭૮.૯૪% પરિણામ મેળવી વિદ્યાર્થિનીઓએ મહાનગરપાલિકાનું નામ રોશન કર્યુ
મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આજરોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિમાણ આવેલ છે. જેમાં રાજકોટ શહેરનું ૭૯.૧૪% પરિણામ આવેલ છે, જે બદલ રાજકોટ શહેરના વિદ્યાર્થી ભાઈ-બહેનોને પદાધિકારીશ્રીઓએ શુભેચ્છા પાઠવી છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ કન્યા વિદ્યાલય, મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય અને શ્રી પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કુલમાં સામાન્ય પ્રવાહ આવેલ છે. જેમાં શ્રીમતી સરોજીની નાયડુ કન્યા વિદ્યાલયમાં કુલ ૬૪ વિદ્યાર્થીનીઓ હતી તેમાંથી ૫૭ વિદ્યાર્થીની પાસ થયેલ છે. અને ૮૨.૮૧% રીઝલ્ટ મેળવેલ છે. તેમજ મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયમાં કુલ ૩૮ વિદ્યાર્થીનીઓ હતી તેમાંથી ૩૦ વિદ્યાર્થીની પાસ થયેલ છે. અને ૭૮.૯૪% રીઝલ્ટ મેળવેલ છે. પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કુલમાં કુલ ૮૮ વિદ્યાર્થીઓ હતા જેમાંથી ૫૧ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. અને ૫૭.૯૫% રીઝલ્ટ મેળવેલ છે. સરોજીની નાયડુ સ્કુલમાં દિવ્યા ઝાપડાએ ૯૯.૭૮% અને ગોંડલીયા આરાધનાએ ૯૯.૫૬% પી.આર. મેળવી સ્કુલનું નામ રોશન કરેલ છે. બંને વિદ્યાર્થીનીઓ શ્રમિક પરિવારમાંથી આવે છે. મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયમાં પારધી અંજલી ૯૨.૭૩ પી.આર., વાઘેલા મીનાક્ષી તા જરીયા સ્વાતિ ૮૮.૯૬ પી.આર., વરાણ ભૂમિ ૮૫.૮૨ પી.આર., મેળવી સ્કૂલનું નામ રોશન કરેલ છે. તેમજ પી. એન્ડ. ટી. વી. શેઠ હાઇસ્કુલમાં ચોટલિયા જયદીપ ૮૮.૭૭ પી.આર., ધામેચા યાજ્ઞિક ૮૮.૭૭ પી.આર., વાળા શક્તિસિંહ ૮૫.૮૨ પી.આર., ચિત્રોડા ચિરાગ ૮૫.૫૯ પી.આર. મેળવી સ્કૂલનું નામ રોશન કરેલ. આમ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પરિણામ લાવેલ છે. જે ગૌરવની બાબત છે.