ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરીની જાહેરાત,રાજ્ય સરકારનો આભાર માનતા પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર ના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્રારા શિક્ષણ ઉપકર ની ગ્રાન્ટ પેટે ૨૦ કરોડ ૮ લાખ રૂપિયાની ગ્રાન્ટ આજરોજ ફાળવવામાં આવી છે.તેવી જાહેરાત બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્રારા કરવામાંઆવી છે.
તેવોએ વધુમાં જણાવ્યું હતું કે,તાજેતર માં ફાઇનાન્સ બોર્ડ દ્રારા રાજ્ય ની મહાપાલિકા તથા નગરપાલિકાઓને ૧૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ને ૭૮ કરોડ ફાળવવવા માં આવ્યા હતા.આજે શિક્ષણ ઉપકર ની ગ્રાન્ટ પેટે રૂ.૨૦.૦૮ કરોડ ફળવાયા છે.નાણાં ના વાંકે રાજ્યમાં વિકાસ કામો ન અટકે તેવા પ્રયાસો રાજ્ય સરકારના હમેશા રહ્યા છે અને રહેશે આગામી દિવસોમાં પણ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
આ તકે મેયર બીનાબેન આચર્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ ,ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા,શાસક નેતા દલસુખભાઈ જાગણી તથા પક્ષના દંડક અજયભાઈ પરમારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભાંડેરીનો આભાર માન્યો હતો.