મનપાના કર્મચારીઓ અને પોલીસ તમાશો જોતી રહી
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને પોલીસ બંદોબસ્ત પણ મેળવવામાં આવ્યો છે. પરંતુ આજે પોલીસ તંત્રની આબરૂના લીરે લીરા ઉડ્યા હતા. પોલીસની હાજરીમાં જ પોતાના ઢોરને છોડાવી ગયા છે, અને પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહી ગઈ હતી, જેથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે પ્રદર્શન મેદાનથી મિગ કોલોની તરફ જવાના માર્ગે ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી, અને મહાનગરપાલિકાના નવ જેટલા કર્મચારીઓ દ્વારા કેટલાક રસ્તે રઝળતા ઢોર અને પકડી લેવાયા હતા, જેમા બે ઢોરના માલિકો ત્યાં આવી પહોંચ્યા હતા, અને ઢોરના ગળામાં ગાળીઓ બાંધેલો હતો, જે ગાળીઓ છોડાવીને પોતાના ઢોરને પરત લઈ ગયા હતા અને સ્થળ પર માથાકૂટ કરી હતી.આ સમયે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો હતો. એક મહિલા સહિતના બે પોલીસ કર્મચારી હાજર હતા. જે બંને મુકપ્રેક્ષક બનીને જોતા રહી ગયા હતા. જેથી પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડયા છે.અને ભારે ચર્ચા જાગી છે. જોકે આ મામલે ઢોર માલીક સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.