ભારતના સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભાના સભ્ય રોટેશન મુજબ નિવૃત તથા હોય છે તેની જગ્યાએ નવા સભ્યોની ચુંટણી દ્વારા નિમણુંક કરવાની હોય છે. રાજ્ય સભાના સભ્યોની ચુંટણી યોજાયેલ તેમાં ગુજરાત રાજ્યના ભારતીય જનતા પક્ષના ત્રણ ઉમેદવારોશ્રી અભયભાઈ ભારદ્વાજ, શ્રીમતી રમીલાબેન બારા તથા શ્રી નરહરી અમીનનો ઝળહળતો વિજય યેલ છે. આ વિજયને વધાવી નવ નિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવતા રાજકોટના મેયરશ્રી બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પક્ષ દ્વારા નક્કી કરાયેલ ત્રણેય ઉમેદવારો જાહેર જીવનમાં પોતપોતાના ક્ષેત્રમાં ખુબ જ આગવું સન ધરાવે છે. તેમના ચૂંટાવાથી રાજ્ય સભામાં ભારતીય જનતા પક્ષ વધુ સબળ બન્યો છે. આ સભ્યોને જંગી બહુમતીથી ચૂંટાવવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આગવી કોઠાસુઝી ભારતીય જનતા પક્ષ આ વિજય મેળવી શકેલ છે.
રાજકોટમાથી રાજ્યસભાના સભ્ય તરીકે અભયભાઈ ભારદ્વાજ ચૂંટાતા રાજકોટને વિકાસકામો માટે વિશેષ લાભ મળી શકશે. તેમજ કેન્દ્ર સરકારને લગત જુદા જુદા પ્રશ્નોને વાચા પણ મળશે. અંતમાં ફરીથી ત્રણેય ઉમેદવારોને પદાધિકારીઓ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવે છે.