ઝબલા અને ચાની પ્યાલી ઓ જપ્ત કરીને વેપારીઓને દંડ ફટકાર્યો
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટીક મુક્ત કરવા સાવર કુંડલા શહેર માટે પાલિકા દ્વારા શહેર ના વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરીને અને ચાની પ્યાલી ઓ અને પ્લાસ્ટિક ના ઝબલા ઓ વાપરતા વેપારી ઓ દંડાતા વેપારીઓ માં ફફડાટ ફેલાયો
સાવર કુંડલા પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ભાઈ ગૌસ્વામી ની સૂચના મુજબ શહેર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન અંતર્ગત પાલિકા ની ટીમના તુષારભાઈ માલાણી,મંગળુ ભાઈ શેખવા,આનંદભાઈ સરૈયા, રાહુલભાઈ વાધેલા,બલવીરભાઈ ખુમાણ, સહીત ની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરતાં પ્લાસ્ટિક ના ઝબલા અને ચાની પ્યાલી ઓ જપ્ત કરી ને સ્થળ પર જ ૧ હજાર ઊપરાંત નો દંડ ફટકાર્યો હતો અને ૧૫૦૦ પ્લાસ્ટિકની ચાની પ્યાલી ઓ એકાદ મણ જેટલા પ્રતિબંધિત ઝબલા ઓ કબ્જે કર્યા હતા.