H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી થતી ફલુ જેવી જ બીમારી છે જે હવે સીઝનલ ફલુ છે. સદા ફલુની જેમ જ ખાસીથી કે છીંક આવવાથી એક માણસથી બીજા માણસમાં ફેલાય છે અવા તો H1N1 વાઈરસથી ઈન્ફેકટેડ એટલે કે સાંક્રમિત વસ્તુને અડવાથી અને પછી તે હાથ મોં કે નાક ને અડવાથી ફેલાય છે.
સીઝનલ ફ્લુ રોગના લક્ષણો :
– શરદી, ખાસી અને ગાળામાં દુુ:ખાવો, ભારે તાવ
– શરીર તુટવું અને નબળાઈ
– ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા
– શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના લક્ષણો જણાય
આ લોકોએ ખાસ કાળજી રાખવી :
- પાંચ વર્ષથી નાના બાળકો, સગર્ભાથી, ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, લાાંબી બીમારીથી પીડાતા વ્યક્તિ, આ ઉપરાંત દમ, શ્વાસનતંત્રના રોગો, મધુપ્રમેહ (ડાયાબિટીસ), હૃદયરોગ, કીડની, રકતવિકાર, મગજ અને મજ્જાતંતુના રોગીઓ તેમજ એચ.આઈ.વી.ના દદીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે.
સીઝનલ ફ્લુથી બચવા દરેક લોકોએ આ કરવુું જરૂરી છે.
થાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે ડોકટરનો સંપર્ક કરવો.
– ખાસી કે છીંક આવે તો મોં પર રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવું.
– જયાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું. દા.ત. શોપિંગ મોલ, થીયેટર વગેરે.
– નાક, મોં અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો.
– બીમાર હોય તો ઘરમાં જ રહેવું.
– તંદુરસ્ત જીવન જીવવું જેવું કે પુરતો આરામ, સાતવિક આહાર, પાણી વગેરે પીવું, કસરત કરવી, તણાવમુકત રહેવું.
– વારંવાર સાબુથી હાથ ધોવા (૨૦ સેકન્ડ સુધી) અવા આલ્કોહોલ યુકત હેન્ડવોશથી હાથ ધોવા.
– હસ્તધૂનન કે અન્ય શારીરિક સંપર્ક ટાળવો અને થાય તો હાથ ધોવા
– માંદા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું.
– નાક અને મોં ને ઢાંકતો માસ્ક કે બુકાની પહેરવી.
– સીઝનલ ફલુ જાહેર વિસ્તારમાં જવાનું ટાળવું.
– બીમાર બાળકને શાળાએ ના મોકલવું.
– સાર્વજનિક જગ્યા જેવી કે નળ, ઘરનો દરવાજો, કોમ્પ્યુટર માઉસ કે કિ-બોર્ડ વગેરે વાપર્યા પછી સાબુથી હાથ ધોવા
– ધીરજી કામ લેવું અને અંધાધુંધી ફેલાવવી નહી.
સીઝનલ ફ્લુને અટકાવી શકાય છે.
એની ફ્લુ ટેમી ફ્લુ – ૪૮ કલાક ખુબ મહત્વના
* તાવ, ખાસી, ગળામાં દુુ:ખાવો થાય પછીની ૪૮ કલાક ખુબ મહતવની ગણી તુર્ત જ સારવાર લેવી.
* તાવ, ખાસી, ગાળામાં દુુ:ખાવો હોય તો તાત્કાલિક ડોકટરની સલાહ લો. ગભરાવું નહીં – ચેતવું જરૂર.
* ફલુની દવા ઓસેલ્ટામાવીર અસરકારક છે. ઘરગું ઉપચાર નાં કરો, દવાની દુકાન પરી જાતે દવા ના લો.
* દવા શરૂઆતના ૪૮ કલાકમાં લેવી હિતાવહ છે.
સીઝનલ ફ્લૂના દરેક દર્દીને કે સીઝનલ ફલુુના લક્ષણ ધરાવતા દર્દીઓએ તપાસ કરાવવી જરૂરી ની માત્ર ‘સી’ કેટેગરી એટલે કે ભારે તાવ, ગાળામાં દુુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુુ:ખાવો, ચક્કર આવવા, બી.પી. ઘટી જવું, ગળફામાં લોહી આવવું વગેરે લક્ષણો ધરાવતા દર્દીઓની સીઝનલ ફલુની તપાસ કરાવવાની જરૂરિયાત છે.
આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જાણવ્યું હતું કે, આ માટે લોકોમાં જાગૃતાત ખુબ જ જરૂરી છે. રાજકોટ શહેરમાં લોકોમાં બહોળો પ્રચાર, મીડિયા, પત્રકાર, એફ. એમ., તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના તમામ આરોગ્ય કેન્ફર તથા શહેરની અન્ય સરકારી હોસ્પિટલમાં સીઝનલ ફલુની દવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે તથા વિનામુલ્યે આપવામાં આવે છે.