સાંઢીયા પુલના રિનોવેશન માટે મિલકત કપાતની કામગીરી તાત્કાલીક શરૂ કરી દેવા પણ ટીપી શાખાને અપાઇ સૂચના

રાજકોટ મહાનગરપાલિકાના પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, આજે તેઓએ હોસ્પિટલ ચોક ખાતે આવેલ રેનબસેરા, સ્કૂલ નં.10માં બની રહેલ રીડિંગ રૂમ અને જામનગર રોડ પર આવેલ સાંઢિયા પૂલની સ્થળ મુલાકાત કરી હતી.

મ્યુનિ. કમિશનરએ વિઝિટ દરમ્યાન જણાવ્યું હતું કે, સ્કૂલ નં. 10માં રીડિંગ રૂમ બનવાથી અંદાજે 290 જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકો શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં બેસીને રીડિંગ કરી શકશે. સાંઢિયા પુલની સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ જામનગર રોડ પર આવેલ સાંઢિયા પુલ નવો બનાવવામાં આવે ત્યારે વૈકલ્પિક ડાયવર્ઝનની સમીક્ષા કરી હતી તેમજ ભોમેશ્ર્વર ફાટકને જરૂર જણાયે પહોળું કરવા શક્યતા ચકાસણી અંગે સુચના આપી હતી. સાંઢિયા પુલ અન્વયે એલઓપીની પ્રક્રિયા પૂર્ણ કરવા ટાઉન પ્લાનિંગ શાખાને સુચના આપી હતી.

હયાત પ્રાઇવેટ જમીનમાંથી પસાર થતા ભોમેશ્વર અને જામનગર રોડને જોડતા રસ્તાને ટેમ્પરરી ડેવલેપમેન્ટ કરવા પણ સુચન કર્યું હતું. જેથી ટ્રાફિક ભારણ હોસ્પિટલ ચોક અને રૈયા રોડ બંને તરફ ડાયવર્ટ કરી ઘટાડી શકાય. હોસ્પિટલ ચોક ખાતે આવેલ રેનબસેરા ખાતે રહેતા લાભાર્થીઓ સાથે મ્યુનિ. કમિશનરએ વાતચીત કરી રેનબસેરા દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.

આજની વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, પી.એ. (ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, આસી. મેનેજર એન. એમ. આરદેશણા, આસી. મેનેજર કાશ્મીરબેન વાઢેર, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, ડી.ઈ.ઈ. રાજેશ મકવાણા હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.