નાકરાવાડી લેન્ડ ફીલ સાઇટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલ
નાકરાવાડી લેન્ડ્ફીલ સાઇટ ખાતે ખુલ્લીઆ જગ્યા્માં મીયાવાકી થીમ 5ધ્ધતિ તથા ઘનિષ્ઠ વૃક્ષારો5ણ કરવા પ્રારંભિક તબક્કે અંદાજીત 1,22,500 ચો.મી.માં કુલ ત્રણ લાખ વૃક્ષોનું ચાલુ વર્ષે વાવેતર કરવા આયોજન કરવામાં આવેલું છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ સ્થળે ઘનિષ્ઠ વૃક્ષારો5ણના કામની સાથોસાથ નાકરાવાડી સાઈટ ઉપર ચાલી રહેલ જુદા-જુદા પ્રોજેકટસની મુલાકાત પણ લીધી હતી.
નાકરાવાડીની મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું હતું કે, નાકરાવાડી ખાતે આ વિસ્તાારમાં જુદા જુદા બ્લોસક બનાવી વાહનો જઇ શકે તે માટે આંતરીક કાચા રસ્તાડની કામીગીરી પુર્ણ થયેલ છે. આ સમગ્ર વિસ્તાલરમાં કંપોસ્ટજ ખાતરનું પ્રથમ થર કરવા માટે અંદાજે 700 ડમ્પંર જેટલું કમ્પોસ્ટ (ખાતર) ઠાલવવામાં આવેલ છે અને હજુ વધારે કમ્પોસ્ટ ઠાલવવા માટેની કામગીરી પ્રગતિમાં છે. હાલ આ જગ્યાા 5ર વૃક્ષારો5ણ માટે કાયમી ધોરણે પાણીની સગવડતા આપવા થોડો સમય લાગે તેમ હોઈ, હાલ પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પૂરી પાડવા બે વર્ટીકલ બોર બનાવવામાં આવેલ છે. કમ્પોસ્ટના ઢગલાઓને પારથવાની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે.
ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ પ્લાન્ટના ચાલુ પ્રોજેક્ટની કામગીરીની ડીટેઇલમાં સમીક્ષા કરી હતી તેમજ આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી તેનું ઓપરેશન (પ્રોસેસ) સત્વરે શરૂ કરવા માટે સૂચનાઓ આપી હતી. તેમજ શહેરમાંથી ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ ઉત્પન્ન કરનાર જનરેટર દ્વારા સીધો ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ પ્લાન્ટ ખાતે પહોંચતો કરે તેવી વ્યવસ્થા ગોઠવવા તથા ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટમાંથી બનાવવામાં આવનાર રીસાઇકલ પ્રોડકટનો ઉપયોગ રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા સિવિલ કામોમાં ઉપયોગ થાય તેવા સુચન પણ કમિશનર દ્વારા આપવામાં આવેલ.
ત્યારબાદ નાકરાવાડી સાઇટ ઉપર ચાલી રહેલા બાયો માયનિંગ પ્લાન્ટ (લીગસી વેસ્ટ પ્રોસેસ)ની વ્યવસ્થા હાથ ધરવા સંદર્ભે કમિશનરએ મુલાકાત લઇ ચાલુ કામની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ આ કામની ઝડપ વધારવા સુચના આપવામાં આવેલ હતી. તેમજ પ્રોસેસીંગને અંતે ઉત્પન્ન થતાં નિકાલ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તથા જુદાજુદા સીમેન્ટ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ યુનિટ સાથે એક મિટીંગનું આયોજન કરવા જણાવવામાં આવેલ.