મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે વોર્ડ નં.૧૮માં કોઠારીયા, અર્બન ફોસ્ટર વિસ્તાર, વોર્ડ નં.૧૫નાં ગંજીવાડામાં કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.૪ની ટીપી સ્કીમ રોડ અને વોર્ડ નં.૧૫માં ખોડિયારપરામાં જઈને વિવિધ કામોનું નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર બનાવી આગવી ઓળખ ઉભી કરવા, તેમજ તેમાં વધુ સુવિધા ઉપલબ્ધ બનાવવા અંગે રૂબરૂ સાઈટ વિઝીટ કરવામાં આવી ઉપરાંત લગત અધિકારી પાસેથી જરૂરી માહિતી મેળવી સંબધિત સુચના આપી હોવાનું મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
કમિશનરે વધુમાં એમ કહ્યું હતું કે, શહેરને સુંદર અને આધુનિક બનાવવા માટે તમામ સુવિધા સજ્જ હોવી જરૂરી છે, અને તે માટે રાજકોટ મહાનગરપાલિકા હંમેશા કાર્યરત રહે છે. આવા આશયથી તારીખ: ૨૦-૧૧-૨૦૧૯ ના રોજ શાળા નં. ૧૬ સંત તુલસીદાસ શાળાના જુના બિલ્ડીંગની વિઝીટ કરેલ હતી તેમજ લગત અધિકારી સાથે નવા બિલ્ડીંગ બનાવવા માટેની જરૂરી ચર્ચાપણ કરેલ છે. ત્યારબાદ કેનાલ રોડ પર આવેલ લાઈબ્રેરીની પણ રૂબરૂ મુલાકાત કરી અને માહિતી મેળવી હતી.
ત્યારબાદ વોર્ડ નં. ૧૮ માં કોઠારીયા ખાતે હરીઓમ ઇન્ડસ્ટ્રીઝના વિવિધ એરિયા વિસ્તારમાં નોન મેટલીંગ રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ સુવિધા આપવા માટેની ફાઈલ પેન્ડીગ હતી તેની રૂબરૂ મુલાકાત લઈને લગત વોર્ડના અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. સ્ટ્રીટ લાઈટને લગતી તમામ ટેકનીકલ માહિતી મેળવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ વિસ્તારમાં નિર્માણ થયેલ અર્બન ફોરેસ્ટના વિસ્તારમાં જગ્યાની રૂબરૂ મુલાકાત કરી આ વિસ્તારના ભાગેથી પશુઓ દ્વારા થતી નુકશાની સંબધિત ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ વિસ્તારમાં અર્બન-ફોરેસ્ટના વિકાસની જરૂરી કામગીરીઓ તાકીદે હાથ ધરવા માટે તેમજ જુના જુના વનીકરણના પથરાળ ભાગે જરૂરી લેડસ્કેપિંગની કામગીરી આ પ્રકલ્પમાં સાથે જોડી તેના પર જરીરો ડીઝાઈન બનાવી તેમજ વન વિભાગ સાથે જરૂરી પરામર્શ કરી વહેલીતકે આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નાણાકીય સહાયથી આ કામગીરી હાથ ધરવા અંગે સુચના આપી હતી.
આ ઉપરાંત કમિશનર દ્વારા વોર્ડ નં. ૧૫ માં ગંજીવાડા વિસ્તારમાં કોમ્યુનીટી હોલ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવેલ, નવા થોરાળા પોલીસ સ્ટેશનથી આજી નદી સુધી આર.સી.સી. ઓપન બોક્સ ગટર બનાવવા, વોર્ડ નં.૪ ની જુદીજુદી ટીપી સ્કીમના રોડ પર પેવર કામ કરાવવા, વોર્ડ નં. ૧૮ માં આવેલ બોલબાલા મુખ્ય માર્ગ પર રોડની બંને સાઈડના પડખામાં કરવાનું કામ, ટીપીએસ-૧૨ ના અંતિમ ખંડ નં. ૬૦ માં સ્થિત હોર્ડિંગ બોર્ડ તથા ગેટ પીલર ખસેડવાના કામ બાબત, વોર્ડ નં. ૧૮ કોઠારીયાના વિવિધ વિસ્તારમાં મેટલીંગ કામ તેમજ વિવિધ સોસાયટીમાં ડામર કાર્પેટ કરવાના કામ બાબત, વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્તારમાં બ્લોક નાખવાના કામ બાબત, વોર્ડ નં. ૧૫ માં ખોડિયારપરાની વિવિધ શેરીઓમાં પાણીની પાઈપલાઈન બદલવાના કામ બાબત તેમજ સંત કબીર રોડ પર વન્ય પ્રાણીની કૃતિ સાથેના પ્રવેશદ્વાર બાબતના આવેલ અંદાજપત્રની રૂબરૂ મુલાકાત કરી લગત અધિકારી પાસેથી માહિતી મેળવી હતી.
મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. સ્પેશિયલ એચ.યુ. દોઢીયા, ડાયરેક્ટર પાર્ક એન્ડ ગાર્ડન ડો કે.ડી. હાપલીયા, સિટી એન્જી. સ્પેશિયલ અલ્પના મિત્રા તથા લગત વોર્ડના ટેકનીકલ અધિકારીઓ સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ પણ સાથે રહયા હતાં.