મુખ્યમંત્રીના આદેશના બીજા દિવસે જ ઝોન વાઈઝ અધિકારીઓની જવાબદારી ફિકસ કરાઈ
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજકોટના રાજમાર્ગોને તોતીંગ નુકસાન થવા પામ્યું છે. ૯૫ રાજમાર્ગો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે ત્યારે અધિકારીઓ અને ડામર કામ કરતી એજન્સીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ થઈ રહ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ વિડીયો કોન્ફરન્સમાં તુટતા રસ્તાઓ માટે એજન્સી સાથે અધિકારીઓની જવાબદારી પણ ફિકસ કરવા તાકીદ કરી હતી. જેને પગલે આજરોજ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ એકશન પ્લાનના કામો અને મોનસુન ગ્રાન્ટના કામો માટે વોર્ડ અને ઝોન વાઈઝ અધિકારીઓની જવાબદારી ફિકસ કરી દીધી છે.ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪, ૫ અને ૬માં પવન ક્ધટ્રકશનને પેવરનું કામ સોંપવામાં આવ્યું છે. આ માટે ડીઈઈ એમ.સી.જોશી, એ.એ.ઈ. હાર્દિક વ્યાસ અને વર્ક આસિસ્ટન્ટ ઉદય ટાંકની જવાબદારી ફિકસ કરાઈ છે. ઈસ્ટ ઝોનમાં આવતા વોર્ડ નં.૧૫, ૧૬ અને ૧૮માં એકશન પ્લાનનું કામ મા‚તિનંદન ક્ધટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યું છે. અહીં અધિકારીમાં ડીઈઈ એચ.એમ.કોટક, પરાગ ટાંક અને અનિરુઘ્ધ સીસોદીયાની જવાબદારી ફિકસ કરાઈ છે. સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૨, ૩ અને ૭માં રાજચામુંડા ક્ધસ્ટ્રકશન કંપનીને એક કામ આપવામાં આવ્યું છે. જેમાં ડીઈઈ તરીકે વી.પી.પટેલીયા, એઈઈ તરીકે ગોવિંદ હરણ અને વર્ક આસિસ્ટન્ટ તરીકે વી.એમ.મકવાણાને જવાબદારી સોંપાઈ છે. જયારે સેન્ટ્રલ ઝોનના અન્ય ત્રણ વોર્ડ નં.૧૩, ૧૪ અને ૧૭માં પાયોનીયર ક્ધટ્રકશન કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં ડીઈઈ તરીકે જે.જે.પંડયા, એઈઈ તરીકે એચ.જી.દોશી અને વર્ક આસિસ્ટન્ટ તરીકે નિકુંજ પંડયાની જવાબદારી ફિકસ કરાઈ છે. વેસ્ટ ઝોનના બે પાર્ટમાં ઉદય ક્ધટ્રકશન કંપની અને મધુવન ક્ધટ્રકશન કંપનીને એકશન પ્લાનના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે અને ડીઈઈ તરીકે એચ.યુ.ડોઢીયા અને એ.ડી.મહેતા અને એઈઈ તરીકે ચંદ્રેશ પંડિત અને કલ્પેશ રાઠવા અને વર્ક આસિસ્ટન્ટ તરીકે આર.સી.સાવલીયા અને મનોજ બારોટની જવાબદારી ફિકસ કરાઈ છે.આ ઉપરાંત મોનસુન ગ્રાન્ટના કામો માટે ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન એમ ત્રણેય ઝોનમાં પવન ક્ધટ્રકશન કંપનીને કામનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં ઈસ્ટ ઝોનમાં ડીઈઈ તરીકે વાય.કે.ગોસ્વામી, એઈઈ દિપક વાજા અને વર્ક આસિસ્ટન્ટ રવિ ટાંક, સેન્ટ્રલ ઝોનમાં ડીઈઈ એચ.આર.લાલચેતા, એઈઈ દિલીપ પંડયા અને વર્ક આસિસ્ટન્ટ મયુર વેગડ જયારે વેસ્ટ ઝોનમાં ડીઈઈ એન.એ.મકવાણા, એઈઈ ડી.કે.અગ્રવાલ અને વર્ક આસિસ્ટન્ટ અમિત પરમારને જવાબદારી ફિકસ કરવામાં આવી છે. તમામ અધિકારીઓએ પેવર પ્લાન્ટની તેઓને સોંપવામાં આવેલી જવાબદારીનું રોજેરોજનું કામગીરીની સંપૂર્ણ વિગતનું રેકોર્ડ રાખવાનું રહેશે. એકશન કે મોનસુન ગ્રાન્ટના થતા કામોમાં જો કોઈ વિસ્તારમાં પાણી ભરાતું હોય તો તે અંગે સિટી ઈજનેરને ધ્યાન દોરવાનું રહેશે. તમામ સાઈટ વર્ક દરમિયાન ૧૦ ગાડી દીઠ ૧ ગાડીનું ક્રોસ ચેકિંગ કરવાનું રહેશે. ઓછા તાપમાનવાળી ગાડીનો માલ રીજેકટ કરવાની પણ જવાબદારી ફિકસ કરાઈ છે.