કાલાવડ રોડ સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલની સાઈટ વિઝિટ કરી પાણીની ગુણવત્તા જાળવવા પ્રેસર ફિલ્ટર પ્લાન્ટ તાકીદે રીપેર કરવા આદેશ

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કાલાવડ રોડ સ્થિત મહર્ષિ શ્રી દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલની અને જડુઝ રેસ્ટોરન્ટથી યુનિવર્સિટી ગેઈટ સુધીના રોડ પરના સેન્સર પેવર કામની સરપ્રાઈઝ સાઈટ વિઝિટ કરી હતી અને સ્થળ પર જ જે તે પ્રશ્ન અને કામોની સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઓને આવશ્યક સૂચના આપી હતી.

આ સાઈટ વિઝિટ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરે એમ જણાવ્યું હતું કે, આજે સવારે કાલાવડ રોડ સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલની મુલાકાત લીધી હતી અને આ દરમ્યાન સ્વિમિંગ પૂલના પાણીની ગુણવત્તા નબળી ના રહે તે માટે તાત્કાલિક ધોરણે શટડાઉન લઇ દસ દિવસમાં જ પ્રેસર ફિલ્ટર પ્લાન્ટનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે. સ્વિમિંગ પૂલના સભ્યોના સ્વાસ્થ્યના હિતમાં તાત્કાલિક અસરથી આ કામ હાથ ધરવામાં આવેલ છે.

સ્વિમિંગ પૂલના પાણીની ગુણવત્તા યોગ્ય રહે તે અત્યંત આવશ્યક છે. આ બાબતમાં કશી જ બાંધછોડ ના થાય તે જોવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે.

દરમ્યાન મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અત્યારે મોન્સૂન ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ રસ્તાઓના ડામર કામ ચાલી રહયા છે. જેમાં આજે સવારે જડુઝ રેસ્ટોરન્ટ થી યુનિવર્સિટી ગેઈટ સુધીના રોડ પર ચાલી રહેલા સેન્સર પેવર કામની સરપ્રાઈઝ સાઈટ વિઝિટ પણ કરી હતી.  આ મુલાકાત વખતે કમિશનરે કામની ગુણવત્તાની ખાસ ચકાસણી કરી હતી. જેમાં પેવર કામના મટીરીયલ સહિતનો સમાવેશ થાય છે.

7537d2f3 10

આ ઉપરાંત સેન્સર પેવરથી થઇ રહેલા આ કામમાં રસ્તાનું નિર્ધારિત લેવલીંગ જાળવવા આવે છે અને તેના પરિણામે ચોમાસા દરમ્યાન આવા રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થતો નથી. પાણી સડસડાટ વહી જાય છે. સાથોસાથ પેવર રોડનું ફિનિશિંગ ખુબ જ સારૂ હોય છે. આ રસ્તાનું ટકાવપણું વધી જાય છે અને રસ્તાની લાઈફ લાંબી રહે છે આ સાઈટ વિઝિટ દરમ્યાન પેવર કામની ગુણવત્તા બરોબર જણાઈ હતી. મોન્સૂન ગ્રાન્ટના રોડના કામો ઝડપભેર પરિપૂર્ણ કરવા સંબંધિત એજન્સીઓ આને અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.