રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવામાં આવેલ છે, જે અનુસંધાને આજરોજ તા. ૧૯-૦૩-૨૦૨૦ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની કાર જયુબેલી ગાર્ડન પાસેના મહાત્મા ગાંધીજીની પ્રતિમા વાળા ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી હતી તે દરમ્યાન આગળની બાજુએ એક વ્યક્તિ જાહેરમાં થુંકતા નજરે પડતા તુરંત જ થૂંકનાર વ્યક્તિને રૂ. ૫૦૦/- નો દંડ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતો, તેમજ આજે તા. ૧૯-૦૩-૨૦૨૦ના રોજ શહેરના ત્રણેય ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં થૂંકવાના જાહેરનામાના ભંગ કરતા કુલ ૫૦ આસામીઓ પાસેથી રૂ. ૨૫,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
વધુ વિગતે જણાવવાનું કે, મ્યુનિ. કમિશનર દ્વારા થોડા દિવસો પહેલા જ ડો. યાજ્ઞિક રોડ પરના સીસીટીવીનું લાઈવ પ્રસારણ નિહાળી એક આસામી જાહેરમાં થુંકતા-કોગળા કરતા નજરે નિહાળી તુરંત તેની પાસેથી દંડ વસુલ કરાવેલ હતો. રાજકોટ શહેરને સ્વચ્છ અને કોરોના મુક્ત રાખવા માટે તંત્ર સાથે કદમથી કદમ મિલાવીને મ્યુનિ. કમિશનર પણ ફિલ્ડમાં કામગીરી કરે છે, તેનું આ ઉમદા ઉદાહરણ છે.