કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રગતિમાં રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરા એક પછી એક પછી પ્રોજેક્ટની કાર્ય પ્રગતિની સમીક્ષા કરી રહયા છે. જેમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બની રહેલા થ્રી-આર્મ ફ્લાઈઓવર બ્રિજની કામગીરી ચોવીસે ક્લાક ચાલુ રહે તે માટે તાજેતરમાં જ મ્યુનિ. કમિશનરે સૂચના આપી હતી, જે અંતર્ગત ગત રાત્રે 10.30 વાગ્યા આસપાસ તેમણે આ સાઈટની મુલાકાત લીધી હતી.
સિવિલ હોસ્પિટલ ચોક સાઈટ ખાતેની રાત્રિ મુલાકાત વખતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આ પ્રોજેક્ટનું કાર્ય સતત દિવસ રાત ચાલુ રાખવા વધુ આવશ્યકતા જણાય તો તુર્ત જ વધારાના મેનપાવર અને સાધનોની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી હતી.સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજ સાઈટની મુલાકાત લીધા બાદ કમિશનરે કાલાવડ રોડ પર સ્વિપિંગ મશિન દ્વારા થઇ રહેલી રાત્રિ સફાઈની કામગીરીનું પણ અવલોકન કર્યું હતું.
આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાની એડિશનલ સિટી એન્જિનિયર એચ. યુ. દોઢિયા, ડેપ્યુટી એન્જિનિયર શ્રીવાસ્તવ, આસિસ્ટન્ટ મેનેજર એન. કે. રામાનુજ અને એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.