બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધીના રૂટનું નિરીક્ષણ કરી અધિકારીઓને આપી જરૂરી સુચના

હાલ આઝાદીના 75 વર્ષ નિમિતે “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી થઈ રહી છે. આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’નું આહવાન કર્યા છે.”હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સવારે 08:30 વાગ્યે, બહુમાળી ભવન પાસે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે “તિરંગા યાત્રા” આયોજન કરવામાં આવેલ છે.

જે અનુસંધાને આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ થઈને રાષ્ટ્રીય શાળા સુધીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

13 થી 15 ઓગસ્ટ દરમ્યાન શહેરના તમામ નગરજનો પોતાના ઘર, વ્યવસાય સ્થળે તિરંગો લહેરાવી વિશ્ર્વમાં ભારત દેશની શાન વધારવા અપીલ કરવામાં આવે છે. આજની રૂટ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનરો આશિષ કુમાર, ચેતન નંદાણી, એ. આર. સિંહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.