રૂડાનાં ચેરમેન અને મ્યુનિ.કમિશનરનો ચાર્જ ડીડીઓ અનિલ રાણાવસીયાને સોંપાયો
લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ રાજયમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓની રજા મંજુર કરવા માટે રાજય ચુંટણી પંચે છુટ આપતાની સાથે જ સનદી અધિકારીઓ રજાની માણવા નિકળી પડયા છે. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની આજથી એક સપ્તાહની લાંબી રજા પર ઉતરી ગયા છે. તેઓનો ચાર્જ રાજકોટ જિલ્લા પંચાયતનાં ડીડીઓ અનિલ રાણાવસીયાને સોંપવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની આજથી આગામી બુધવાર સુધી એટલે કે એક સપ્તાહની લાંબી રજા પર છે. સામાન્ય રીતે જયારે કમિશનર રજા પર હોય ત્યારે તેઓનો ચાર્જ જિલ્લા કલેકટરને સોંપવામાં આવતો હોય છે પરંતુ આ વખતે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીનો ચાર્જ ડીડીઓ અનિલ રાણાવસીયાને સોંપવામાં આવ્યો છે. કમિશનર ઉપરાંત ડીડીઓને રૂડાનાં ચેરમેનનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.