પરિપત્રનો તાત્કાલીક ચૂસ્તપણે અમલ કરવા આદેશ
કોપોરેશનની અલગ અલગ શાખાના વડાઓ દ્વારા તમામ પ્રકારની ફાઇલો મંજૂરી અર્થે કે વેચાણ અર્થે મ્યુનીસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે. જેના કારણે કામ શરૂ થવામાં ખૂબ જ વિલેખ થતો હોયની વાત ધ્યાનમાં આવતા હવે ઉદિત અગ્રવાળે એવો પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે કે તમામ ફાળ્યોનાં પોતાના ટેબલ પર ઢગલો ન કરી એવા આદેશ આપવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી અલગ અલગ શાખાના અધિકારીઓ દ્વારા સામાન્ય રજૂઆતથી માંડી વહીવટી કે ટેકનિકલ કામોને લગતી ફાઇલોનો મ્યુનીસિપલ કમિશનર સમક્ષ મૂકવામાં આવે છે જેના કારણે કામોમાં વિલંબ થતો હોયાની વાત ધ્યાને આવી છે.
મ્યુનીસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એક પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે જેમાં જુદા જુદાં વિભાગોનાં શાખાધિકારીઓ દ્વારા તેઓને ફાળવવામાં આવેલા વિભાગોની કામગીરીઓ સંબંધિત વહીવટી તથા ટેકનિકલ કામો માટેની ફાઇલો મંજૂરી, આદેશ અનુમતિ વિગેરે તેમજ અમુક નીતિ વિષયક-નીતિ સંબંધિત બાબતો માટે નિર્ણય અર્થે અત્રે રજૂ કરવામાં આવે છે. તે ઉપરાંત અમુક રજૂઆતો, બાબતો, કામો માટેની ફાઇલો અમારા ફકત જાણ, વંચાણે, ધ્યાન પર મુકવા સારુ અત્રેને રજૂ કરવામાં આવે છે. જેની આવશ્યકતા જણાતી ન હોય, જે ધ્યાને લઇ હવે પછીથી આ પ્રકારની ફાઇલો અત્રે મોકલવાની રહેશે નહી.
વિશેષ સૂચના હોય તેવી જ જરી ફાઇલો જાણ અર્થે મ્યુની કમિશનર સમક્ષ રજૂ કરવા જણાવાયું છે. પરિપત્રની અમલવારી તાત્કાલિક અસરથી ચુસ્તપણે કરવાની રહેશે.